Masala Cheese Toast | મસાલા ચીઝ ટોસ્ટ

 
Masala Cheese Toast | મસાલા ચીઝ ટોસ્ટ


સામગ્રી : 

૪ વધેલી ઘઉંની બ્રેડની સ્લાઈસ,

૪ ટિસ્પૂન ખમણેલું મોઝરેલા ચીઝ, 

૨ ટીસ્પૂન તેલ, 

૩ ટેબલસ્પૂન ઝીણા સમારેલા કાંદા, 

૧/૨ કપ ઝીણા સમારેલાં અને બાફેલાં મિક્સ શાકભાજી (કોબી, ફૂલકોબી, લીલા વટાણા, ફણસી અને સિમલા મરચાં),

 ૧/૪ કપ બાફી, છોલીને મસળી લીધેલા બટાટા, 

૧ ટીસ્પૂન ઝીણાં સમારેલાં લીલાં મરચાં, 

૧/૨ ટીસ્પૂન લાલ મરચાંનો પાઉડર, 

૨ ચપટીભર ગરમ મસાલો, 

૨ ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર, 

મીઠું, સ્વાદાનુસાર


રીતઃ 

એક પહોળા નોનસ્ટિક પૅનમાં તેલ ગરમ કરી તેમાં કાંદા મેળવી મધ્યમ તાપ પર સાંતળી લો. તેમાં મિક્સ શાકભાજી, બટાટા, લીલાં મરચાં, લાલ મરચાંનો પાઉડર, ગરમ મસાલો, કોથમીર અને મીઠું ઉમેરી મિક્સ કરી મધ્યમ તાપ પર ૧થી ૨ મિનિટ સુધી રાંધી લો. ઉપર પ્રમાણે તૈયાર થયેલા ટોપિંગના ૪ સરખા ભાગ પાડી બાજુ પર રાખો. પોપઅપ ટોસ્ટરમાં બધી બ્રેડ સ્લાઈસને સહેજ કરકરી થાય ત્યાં સુધી ટોસ્ટ કરી લો. બધી ટોસ્ટ કરેલી બ્રેડની સ્લાઈસને સાફ અને સૂકી જગ્યા પર મૂકી, ટોપિંગનો એક ભાગ દરેક બ્રેડ પર મૂકી સરખી રીતે પાથરી લો. હવે દરેક બ્રેડ પર ૧ ટીસ્પૂન ચીઝ ભભરાવી આગળથી ગરમ કરેલા ઓવનમાં ૨૦૦૦ સે. (૪૦૦૦ ફે) ના તાપમાન પર ૫ મિનિટ સુધી અથવા ચીઝ પીગળે ત્યાં સુધી બૅક કરી લો.

Comments

Popular posts from this blog

This is how weight is reduced by using fennel water, know now |વરીયાળી ના પાણીના ઉપયોગ થી આ રીતે ઘટે છે વજન, અત્યારે જ જાણો

Tropical fruit Sundae ginger flavour | ટ્રોપિકલ ફ્રૂટ સન્ડે જિંજર ફ્લેવર