મિક્સફ્રુટ કોકટેલ |Mix fruit cocktail

 મિક્સફ્રુટ કોકટેલ |Mix fruit cocktail 


સામગ્રી :

એક કપ પાઈનેપલના નાના-નાના ટુકડા, એક કપ પપૈયાના નાના-નાના ટુકડા, બે કેળામાં નાના-નાના ટુકડા, એક સફરજનના નાના-નાના ટુકડા, બે લીંબુનો રસ, એક ચમચા ખાંડ, ૩-૪ ચીરી બીટ.

રીત :

એક તપેલીમાં દોઢ વાટકી પાણી લઇ તેમાં ખાંડ નાખી ચાસણી તૈયાર કરો. તેને આંચ પરથી ઉતારી લઇ ઠંડી થવા દો અને તેમાં લીંબુનો રસ ભેળવો. હવે પાઈનેપલ, પપૈયાં, કેળાં તથા સફરજનના ટુકડા એક બાઉલમાં મિક્સ કરી. ગ્લાસમાં નાખો. તેના પર લીંબુ, ખાંડની ચાસણી રેડો. ઉપર બરફ નાખી એકદમ ઠંડુ કરી સ્વાદ માણો.

Comments

Popular posts from this blog

મશરૂમ દમ બિરયાની

ચોખા-કાકડીના પેનકેક

મિક્સ વેજિટેબલ પરોઠા