પકોડી સબ્જી |pakodi sabji

 


પકોડી સબ્જી |pakodi sabji 

સામગ્રી: ૧ વાટકી મગની દાળ, ૨ નંગ લીલાં મરચાં, ૧ નાનો આદુંનો ટુકડો, ૫ નંગ લસણની કળી, ૨ નંગ ડુંગળી, ૧ નંગ ટામેટાં, ૧૦ કાજુ, ૨ લવિંગ, ૨ લાલ મરચાં, તળવા માટે તેલ

રીત : સૌપ્રથમ મગની દાળને બે કલાક પલાળી રાખો. હવે એક મિક્સર જારમાં મગની દાળ, લીલાં મરચાં, આદું અને લસણ નાખી અધકચરી પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને થોડી વાર ફીણી લો. હવે એક કડાઈમાં ડુંગળી, ટામેટાં, કાજુ, લવિંગ, લાલ મરચાંને પાણી નાખી દસ મિનિટ ઉકળવા દો. હવે તેને ગાળી અને મિક્સરમાં પેસ્ટ કરી લો. હવે એક નોનસ્ટિક કડાઈમાં તેલ ગરમ કરો, ખીરામાંથી નાની પકોડી તળી લો. હવે ફરીથી એક નોનસ્ટિક કડાઈમાં તેલ મૂકી બનાવેલી પેસ્ટ નાખી સાંતળી લો. થોડું પાણી નાખી તેમાં બનાવેલી પકોડી નાખી ઉકળવા દો. ઉપરથી કોથમીર નાખી સર્વ કરો.

Comments

Popular posts from this blog

ચોખા-કાકડીના પેનકેક

કેરેટ આઈસ્ક્રીમ |Carrot ice cream

કાચી કેરીની ચટણી