રજવાડી કચોરી |Rajwadi Kachori

 
રજવાડી કચોરી |Rajwadi Kachori


સામગ્રી : ૧ કપ મેંદો, 

૧/૪ કપ રવો. 

૨ ચપટી બેકિંગ સોડા, 

૧ કપ તેલ. 

કચોરી ભરવા માટેઃ

2 બટાકા બાફેલા, 

૧૫-૧૬ પાપડી, 

૫- ૬ બેસનનાં ભજિયાં 

૧ કપ તાજું દહીં.

૧/૨ કપ સેવ ભુજિયાં. 

૧/૨ કપ દાડમના દાણા, 

૧/૨ કપ ચણા બાફેલા, 

૧/૨ કપ મીઠી ચટણી, 

૧/૨ કપ લીલી ચટણી, 

૨ નાના ચમચા શેકેલું જીરું, 

૧ નાની ચમચી સંચળ, મીઠું સ્વાદ મુજબ.

રીત: 

સૌથી પહેલાં મેંદો, રવો અને બેકિંગ સોડાને એક સાથે મિક્સ કરી લો અને ત્યારબાદ તેને પાણીમાં નાંખીને બરાબર લોટ બાંધી લો., લોટ બાંધ્યા પછી તેને બરાબર મસળી લો.

જેનાથી તે એકદમ નરમ થઈ જશે, હવે કડાઈમાં તેલ નાંખીને ગરમ કરો., જ્યાં સુધી તેલ ગરમ થઈ રહ્યું છે લોટના ૧૫-૧૬ લૂઆ બનાવી લો. લૂઆને ભીના કપડાંથી ઢાંકી દો, જેથી તે સુકાય નહીં., ત્યારબાદ લોટના લૂઆથી નાનીનાની પૂરીઓ બનાવી લો., ગરમ તેલમાં મડિયમ તાપ પર આ પૂરીઓને ઝારાથી દબાવી દબાવીને શેકો જેથી તે સારી રીતે ફૂલી જાય અને કચોરીના આકારની થઈ જાય., હવે કચોરીઓમાં વચ્ચે કાણું કરો જેથી તેની અંદર ફીલિંગ કરી શકાય પણ આવું કરતી વખતે થોડું ધ્યાન રાખો કે કચોરી તૂટી પણ શકે છે,હવે કચોરીમાં સેવ ભુજિયાં. બાફેલા બટાકાના નાના ૪-૫ પીસ, ૨ ચમચી બાફેલા ચણા,નાની ચમચી શેકેલું જીરું, લાલ મરચાં પાઉડર, સંચળ, સાદું મીઠું, દહીં. ગળી ચટણી, લીલી ચટણી, સેવ અને દાડમના દાણા નાંખો., સ્વાદિષ્ટ રજવાડી કચોરી તૈયાર છે.

Comments

Popular posts from this blog

ચોખા-કાકડીના પેનકેક

કેરેટ આઈસ્ક્રીમ |Carrot ice cream

કાચી કેરીની ચટણી