સેઝવાન પરાઠા |sezvan paratha

 

સેઝવાન પરાઠા |sezvan paratha 

સામગ્રી:

૧૦૦ ગ્રામ કોબી, 

૧ નંગ ગાજર, 

૧ નંગ કેપ્સિકમ, 

૩ મોટી ચમચી સેઝવાન સોસ,

૨ ક્યૂબ ચીઝ,

૨ વાટકી મેંદો,

મોણ માટે તેલ,

ઝીણી સમારેલી કોથમીર, 

મીઠું, ચિલી ફ્લેક્સ બટર

 રીત : 

સૌપ્રથમ કોબીજ, ગાજર અને કેપ્સિકમને ચોપરમાં ચોષ કરી લો. હવે તેને દબાવીને બધું પાણી કાઠી લો. એક તાસકમાં મેંદો લો. તેમાં ઝીણી સમારેલી કોથમીર, મીઠું ને તેલ નાખી પાણીથી નરમ કણક તૈયાર કરી લો. હવે એક બાઉલમાં કોબીજ, ગાજર અને કેપ્સિકમ લો. તેમાં ચિલી ફલેક્સ, સેઝવાન સોસ, કોથમીર નાખી મિક્સ કરો. હવે તેમાં ચીઝને ખમણીને નાખો. હવે સરસ રીતે મિક્સ કરી લો. બનાવેલી કણકમાંથી એક ક લૂવો લો. તેને વણી લો. હવે વચ્ચે બનાવેલું ફીલિંગ મૂકી ત્રણે બાજુથી વાળી ત્રિકોણાકાર કરી હળવા હાથે ફરીથી વેલણ મારો. તવી પર બટર મૂકી પરાઠાને શેકી લો. મસાલા દહીં સાથે સેઝવાન પરાઠા સર્વ કરો.

Comments

Popular posts from this blog

ચોખા-કાકડીના પેનકેક

કેરેટ આઈસ્ક્રીમ |Carrot ice cream

કાચી કેરીની ચટણી