શોર્ટ ક્રસ્ટ પેસ્ટ્રી |Short crust pastry

 

શોર્ટ ક્રસ્ટ પેસ્ટ્રી |Short crust pastry

સામગ્રી

» ૩/૪ કપ મેંદો

>> ૧/૪ કપ માખણ

> ૨ ચપટીભર મીઠું

રીત : 

» 1. મેંદાને ચારણી વડે ચાળી લીધા પછી તેમાં માખણ અને મીઠું મેળવી આંગળીઓ વડે તેને સારી રીતે ચોળી લો.

» 2. તે પછી તેમાં ૧ ટેબલસ્પૂન બરફવાળું ઠંડું પાણી મેળવી કણિક તૈયાર કરો.

» 3. આ કણિકને ૩મિમી. ની જાડાઈમાં ગોળ વણી લો.

>> 4. આ વણેલી કણિકને ૧૫૦ મિમી.ની ગોળ ગ્રીઝ કરેલી પાઈ ડિશમાં મૂકી દો.

>> 5. તેને ડિશની કિનારી પર દબાવી લો અને પછી તેમાં ફોર્ક વડે નીચે અને બાજુ પર કાપા પાડી લો.

>> 6. હવે આ ડિશને આગળથી ગરમ કરેલા ઑવનમાં મૂકી ૨૦૦° સે (૪૦૦° ફે) તાપમાન પર ૧૫ મિનિટ સુધી બૅક કરી લો.

» 7. બૅક કરીને તેને પાઈ ડિશમાંથી કાઢવું નહીં. જ્યારે જરૂર પડે ત્યારે શોર્ટ ક્રસ્ટ પેસ્ટ્રીનો ઉપયોગ કરો.

» નોંધઃ

>> આ બનાવેલું ક્રસ્ટ પાઇ ડિશ સાથે વાપરવું, કારણ કે તેની ઉપર ટોપિંગ મેળવ્યા પછી પણ ફરી તેને બૅક કરવાનું રહે છે.




Comments

Popular posts from this blog

મિક્સ વેજિટેબલ પરોઠા

મશરૂમ દમ બિરયાની

Rasmalai Recipe | Homemade Ras Malai|રસમલાઈ રેસીપી | ઈન્સ્ટન્ટ રસમલાઈ કેવી રીતે બનાવવી