ત્રીરંગી આઈસ્ક્રીમ |Trirangi ice cream

 ત્રીરંગી આઈસ્ક્રીમ |Trirangi ice cream 


સામગ્રી :

૧/૨ લીટર દૂધ, ૨ મોટા ચમચા કોર્નફ્લોર, ૧૦૦ ગ્રામ ક્રીમ, ૧૦૦ ગ્રામ કાચા સીંગદાણા, ૫૦ ગ્રામ શેકેલા સીંગદાણાનો ભૂક્કો, ૨૦૦ ગ્રામ સાકર, ૧ ચમચી ઈલાયચીનું એસેન્સ. ૧ ૧/૨ ચમચી ખાવાનો રંગ લીલો.

૧૦૦ ગ્રામ કાચા સીંગદાણાને પાંચ કલાક પાણીમાં પલાળી રાખો. પછી હાથેથી મસળીને સીંગદાણાના લાલ ફોતરા કાઢી નાખો. પછી આ દાણામાં થોડું દૂધ મેળવી મીક્સરમાં બારીક પીસી નાંખો.

હવે મોટા તપેલામાં દૂધ નાખી ગેસ પર ઉકાળો પાંચ મિનિટ સુધી ઉકળવા દો. હવે ૧/૨ કપ ઠંડા પાણીમાં કોર્નફ્લોર ઘોળી દો. આ ઘોળેલા કોર્નફ્લોર અને બારીક પીસેલા

સીંગદાણાના ભૂક્કાને ઉકળતાં દૂધમાં નાખો અને હલાવો મિશ્રણ થોડું ઘટ્ટ થાય એટલે તેમાં સાકર નાખીને ગેસ પરથી ઉતારી લો અને ઠંડુ થવા દો. ઠંડુ થાય પછી એસેન્સ અને ક્રીમ નાખી હલાવો. જેથી બધું મિશ્રણ એક રસ થઈ જાય. હવે આ મિશ્રણના ૩ ભાગ કરો. ૧ ભાગમાં લાલ રંગ નાખો બીજા ભાગમાં લીલો રંગ નાખો. ત્રીજો ભાગ એમનો એમ જ સફેદ રહેવા દો. હવે ત્રણેય ભાગને અલગ અલગ વાસણમાં ફ્રીઝમાં ઠંડુ થવા મુકો. થોડું ઠંડુ થાય એટલે ત્રણેય વાસણને બહાર કાઢી છાશના સંચા વડે વલોવી નાખો અને ફરીથી ઠંડુ થવા મૂકો. આમ પાછું વલોવાથી તેમાં બરફની કણી રહેશે નહીં.


પીરસવાની રીત : પ્રથમ આઈસ્ક્રીમ

પીરસવાની પ્લેટ લો. તેમાં થોડો શેકેલા સીંગનો ભૂકો છાંટો પછી તેના ઉપર લીલા રંગનું આઈસ્ક્રીમ મૂકો પછી સફેદ રંગનું આઈસ્ક્રીમ મૂકી અને પછી તેના ઉપર લાલ રંગનું આઈસ્ક્રીમ મૂકો અને તેના પર સીંગદાણાનો ભૂક્કો છાંટી ખાવામાં તેમ જ ખાવામાં ખૂબ જ સુંદર અને સ્વાદિષ્ટ લાગે.

Comments

Popular posts from this blog

This is how weight is reduced by using fennel water, know now |વરીયાળી ના પાણીના ઉપયોગ થી આ રીતે ઘટે છે વજન, અત્યારે જ જાણો

Tropical fruit Sundae ginger flavour | ટ્રોપિકલ ફ્રૂટ સન્ડે જિંજર ફ્લેવર