વોટરમેલન બોનાન્ઝા |Watermelon Bonanza

 
વોટરમેલન બોનાન્ઝા |Watermelon Bonanza

સામગ્રીઃ

 પ ગ્લાસ શરબત બનાવવા માટે તરબૂચ ૨થી ૨.૫ કિગ્રા., લીંબુ-૧, બરફના ટુકડા, ખાંડ જરૂર મુજબ, ફુદીનાનાં પાન-૨

રીતઃ

 તરબૂચનું શરબત બનાવવા માટે સૌ પહેલાં તરબૂચ ધોઈને કાપી લો અને પછી તેના લીલા ભાગને કાપી નાંખો. લાલ ભાગના નાના નાના ટુકડા કરી મિક્સરમાં ફેરવી લો. થોડા સમય પછી તરબૂચનો પલ્પ અને રસ મિક્સ થઈ જાય ત્યારે તેને ગળણીથી ગાળી લો. આ રસમાં લીંબુ નિચોવી બરાબર મિક્સ કરો અને ગ્લાસમાં નાંખો અને પછી જોઈએ એટલો બરફ નાંખી દો. એના ઉપર તમે ઈચ્છાનુસાર ફુદીનાનાં એકબે પાંદડાંથી સજાવી પણ શકો છો. તેમાં તમે ખાંડ પણ નાંખી શકો છો. તો તૈયાર છે વોટરમેલન બોનાન્ઝા.

Comments

Popular posts from this blog

ચોખા-કાકડીના પેનકેક

કેરેટ આઈસ્ક્રીમ |Carrot ice cream

કાચી કેરીની ચટણી