આલુ ટીકી છોલેચાટ
આલુ ટીકી છોલેચાટ
સામગ્રી:
૪ નંગ બાફેલા બટાટા,
૨ લીલાં મરચાં,
૧ કપ છોલે ચણા,
કોથમીર મરચાંની ચટણી,
લસણની ચટણી,
કોથમીર, મીઠું,
હળદર, મરચું
ધાણાજીરું, ૩ ચમચી
કોર્ન ફ્લોર, તેલ
રીત : સૌ પ્રથમ બાફેલા બટાટાને મેશ કરી તેમાં વાટેલાં લીલાં મરચાં, મીઠું, કોથમીર અને કોર્ન ફ્લોર નાખી મિક્સ કરો. તેમાંથી નાની ટીર્કી બનાવી લો. હવે છોલેમા મીઠું નાખી કૂકરમાં બાફી લો. પછી એક નોનસ્ટિક કડાઈમાં તેલ મૂકી તેમાં રાઈ, જીરું, હિંગ નાખી છોલે વઘારો. ત્યારબાદ તેમાં મીઠું, મરચું, હળદર, ધાણાજીરું નાખી મિક્સ કરો. પાણી નાખી થોડી વાર ઉકાળવા દો. એક તવી પર તેલ મૂકી તેમાં બનાવેલી ટીકીને બને બાજુથી સેલોફાઈ કરો. હવે એક પ્લેટમાં વચ્ચે બટાટાની ટીકી મૂકો, તેનાં પર બનાવેલા છોલે નાખો. પછી કોથમીર-મરચાંની ચટણી, લસણની ચટણી અને કોથમીર નાખી સર્વ કરો.
Comments
Post a Comment