સેઝવાન પેટીસ પાંઉ
સેઝવાન પેટીસ પાંઉ
સામગ્રી :
૪ નંગ પાંઉ ૧ નંગ ડુંગળીની રિંગ ૧ નંગ ટામેટાની રિંગ ૪ ચમચી સેઝવાન સોસ ૨ નંગ બાફેલા બટાકા ૨ નંગ લાલ મરચાં ૨ નંગ લસણ કોથમીર, મીઠું તેલ રોજિંદા મસાલા ૨ ચમચી બ્રેડનો ભુક્કો ૨ ચમચી બટર
રીત :
સૌ પ્રથમ એક કડાઈમાં તેલ મૂકી તેમાં લીલાં મરચાં, બાફેલાં બટાટાનો માવો નાખો. હવે તેમાં લસણને વાટીને નાખો. ત્યરબાદ લીંબુનો રસ, મીઠું, કોથમીર ઉમેરો અને ગેસ બંધ કરી ઠંડુ થવા દો. પછી તેમાં બ્રેડનો ભુક્કો નાખી તેમાંથી પેટીસ વાળી લો. હવે એક નોનસ્ટિક કૅડાઈમાં બટર મૂકી તેમાં કોથમીર, સેઝવાન સોસ નાખી પાંઉના બે પીસ કરી બંને બાજુ ગરમ કરો. પાંઉનો એક પીસ લો. તેનાં પર પેટીસ મૂકી તેનાં પર ડુંગળીની રિંગ, ટામેટાની રિંગ મૂકી તેનાં પર ચાટ તાપરાય મસાલો છાટો. તેનાં પર બીજું પાંઉ મૂકી ઉપર કોથમીરથી ગાર્નિશ કરો.
Comments
Post a Comment