Posts

પપૈયાં એન્ડ સંતરાં ડ્રિંક્સ | papaiya and santra drinks

Image
 પપૈયાં એન્ડ સંતરાં ડ્રિંક્સ સામગ્રીઃ  અઢી કપ ઠંડા પપૈયાના ટુકડા, પોણા ચાર કપ સંતરાંનો રસ, ૫ ટેબલસ્પૂન ખમણેલું નાળિયેર, એક ટેબલસ્પૂન સાકર, અડધી ચમચી બરફના ટુકડા. રીતઃ  પપૈયાં અને સંતરાંનું ડ્રિંકસ તૈયાર કરવા માટે મિક્સર જારમાં બધી વસ્તુઓ ભેગી કરીને પીસીને સુંવાળું મિશ્રણ તૈયાર કરો. આ પપૈયાં એન્ડ ઓરેન્જ ડ્રિંક્સના પીણાંને બે ગ્લાસમાં સપ્રમાણ રેડીને તરત સર્વ કરો.

ફુદીનાના પરોઠા | fudina na parotha

Image
 ફુદીનાના પરોઠા સામગ્રીઃ  દોઢ કપ ઝીણાં સમારેલાં ફુદીનાનાં પાન, એક કપ ઘઉંનો લોટ, એક ટેબલસ્પૂન તેલ, દોઢ ટી.સ્પૂન અજમો, દોઢ સ્પૂન લાલ મરચાંનો પાઉડર, મીઠું સ્વાદાનુસાર, તેલઃ પરોઠા શેકવા માટે. સામગ્રીઃ  એક ઊંડા બાઉલમાં બધી સામગ્રી ભેગી કરી લો. જરૂર પ્રમાણે હૂંફાળું પાણી નાંખી મસળીને નરમ કણિક બનાવો. કણિકના છ સરખા ભાગ પાડો. એક ભાગને ઘઉંના લોટની મદદથી વણી, એમાં એક ચમચી ફુદીનાનાં પાન ભભરાવી, ધીરેથી દબાવી લો જેથી પાન પરોઠાને ચોટી જાય. પછી તેને વણી લો. ત્રિકોણ, ગોળ કે ચોરસ તમારે જે આકાર જોઈતો હોય એ આકારમાં પરોઠા વણી લો. એક નોન સ્ટિક તવાને ગરમ કરી થોડા તેલની મદદથી પરોઠાને બંને બાજુ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો. ગરમ ગરમ પરોઠાને દહીં અને

સ્પ્રાઉટ્સ ઢોકળાંની રેસિપી | sprouts dhokla resipes

Image
 સ્પ્રાઉટ્સ ઢોકળાંની રેસિપી સામગ્રી:  એક કપ ફણગાવેલા મગ, પોણો કપ સમારેલી પાલક, ત્રણ લીલાં મરચાં, બે ટેબલસ્પૂન ચણાનો લોટ, એક ટી.સ્પૂન ખાવાના સોડા, એક ટેબલસ્પૂન તેલ, એક ટેબલ સ્પૂન તલ, અડધી ટી.સ્પૂન હીંગ, મીઠું સ્વાદાનુસાર, તેલ ચોપડવા માટે, રીતઃ  સ્પ્રાઉટ્સ ઢોકળાની રેસિપી બનાવવા માટે મિક્સર જારમાં ફણગાવેલા મગ, પાલક અને લીલાં મરચાં મેળવી તેમાં થોડું પાણી ઉમેરી સુંવાળી પેસ્ટ બનાવો. આ પેસ્ટને એક બાઉલમાં રેડીને તેમાં મીઠું, ચણાનો લોટ અને સાથે પોણો કપ પાણી મેળવી સારી રીતે મિક્સ કરી, રેડી શકાય તેવું ખીરું તૈયાર કરો. તેને બાકવા માટે મૂકતા પહેલાં તેમાં ખાવાના સોડા અને બે ટીસ્પૂન પાણી ઉમેરી લો. જ્યારે ખીરામાં પરપોટા બનતા થાય ત્યારે તેને હળવા હાથે મિક્સ કરી લો. થાળીમાં તેલ ચોપડી એમાં ખીરું નાંખો. ખીરું થાળીમાં બરાબર પાથરો. આ થાળીને બાફવાના સાધનમાં મૂકી, ૧૦થી ૧૨ મિનિટ સુધી અથવા ઢોકળા રંધાઈ જાય ત્યાં સુધી બાફી લો. હવે એક નાના પૅનમાં તેલ ગરમ કરી તેમાં તલ, હીંગ, મીઠો લીમડો અને લીલાં મરચાં મેળવી મધ્યમ તાપ પર થોડી સેકન્ડ સુધી સાંતળી લો. આ વઘારને ઢોકળાંની થાળી ઉપર રેડીને ઢોકળાંને થોડાં ઠંડાં થવા દો. પછી ચ

બ્રેડ ઉત્તપમ | bred uttpam

Image
 બ્રેડ ઉત્તપમ સામગ્રીઃ  ૬ નંગ બ્રેડની સ્લાઇસ ટુકડા કરેલી, પોણો કપ રવો, ૩ ટેબલસ્પૂન મેંદો, પોણો કપ દહીં. પોણો કપ ઝીણા સમારેલા કાંદા, પોણો કપ ઝીણા સમારેલાં ટામેટાં, પોણો કપ ઝીણાં સમારેલાં સિમલા મરચાં, પોણો કપ ઝીણી સમારેલી કોથમીર, એક ટી.સ્પૂન ઝીણું સમારેલું આદું, એક ટી.સ્પૂન ઝીí સમારેલાં લીલાં મરચાં, મીઠું સ્વાદાનુસાર, તેલ જરૂર પ્રમાણે. રીતઃ  મિક્સર જારમાં બ્રેડના ટુકડા, રવો, મેંદો, દહીં અને લગભગ પોણા ચાર કપ પાણી મેળવી સુંવાળું મિશ્રણ તૈયાર કરો. આ મિશ્રણને એક ઊંડા બાઉલમાં કાઢી લીધા પછી તેમાં બાકી રહેલી બધી વસ્તુઓ ઉમેરી સારી રીતે મિક્સ કરી લો. હવે એક નોનસ્ટિક તવાને ગરમ કરી, તેની પર થોડું પાણી છાંટી કપડા વડે સાફ કરી લો. તે પછી તેની પર તેલ ચોપડી લો. હવે તેની પર એક ચમચા જેટલું ખીરું રેડીને તેને ગોળાકાર બનાવી દો. તેની કિનારીઓ ઉપર થોડું તેલ પાથરી મધ્યમ આંચ પર ઉત્તપાને બંને બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી રાંધી લો. આ રીતથી બીજા ઉત્તપા તૈયાર કરો. લીલી ચટણી સાથે તરત જ પીરસો.

પાલક રાયતું

Image
  પાલક રાયતું સામગ્રી :  પાલકનાં પાન-૮ થી ૧૦ નંગ(જરૂર મુજબ), દહીં- ૨૫૦ ગ્રામ, મીઠું-સ્વાદ મુજબ,  ચાટ મસાલો-૧-ચમચી,  તેલ-તળવા માટે. રીત :  સૌ પ્રથમ પાલકને ધોઈ કોરી કરી ઝીણી સમારી લો. એક પૅનમાં તેલ ગરમ મૂકો. તેલ ગરમ થાય એટલે તેમાં સમારેલી પાલક ઉમેરી કડક થવા દો. તેને ઝારામાંથી બહાર કાઢી પેપર પર મૂકો જેથી તેમાં રહેલું તેલ છાપાના કાગળમાં શોષાઈ જાય.ત્યારબાદ દહીંને એક બાઉલમાં લઈ વલોવી લો. તેમાં સ્વાદ મુજબ મીઠું, જીરા પાઉડર અને ચાટ મસાલો ઉમેરી મિક્સ કરી લો. ત્યારબાદ તળેલી પાલક ઉમેરી તેને હલાવી લો અને સર્વ કરો. ઉપરથી થોડી પાલક સજાવટ માટે મૂકો.

ચોકલેટ ફકાસ

Image
  ચોકલેટ ફકાસ સામગ્રી :  મોળાં બિસ્કિટ ૨૦ નંગ,  કન્ડેન્સ મિલ્ક ૧/૪ કપ,  ચોકલેટ ચિપ્સ જરૂર મુજબ,  મેલ્ટેડ ચોકલેટ ૧ કપ, ચોકલેટ  સોસ જરૂર મુજબ લેવાં. રીત :  સૌ પ્રથમ મોળાં બિસ્કિટને મિક્સરમાં કશ કરી ત્યારબાદ બિસ્કિટના ભૂકામાં કન્ડેન્સ મિલ્ક અને ચોકલેટ ચિપ્સ ઉમેરી કઠણ લોટ બાંધવો અને તેને ૧ કલાક માટે ફ્રીઝમાં સેટ થવા મૂકવો. પછી એક પૅનમાં પાણી લેવું અને તેની ઉપર બીજું વાસણ મૂકી તેમાં ચોકલેટ મેલ્ટ કરવી. (આ પદ્ધતિને ડબલ બોઈલર કહેવાય). ત્યારબાદ ફ્રીઝમાં મૂકેલા ફકાસને કાઢી તેની ઉપર મેલ્ટેડ ચોપડવી અને ફરી ૧ કલાક માટે ફ્રીઝમાં સેટ થવા મૂકવા. સેટ થઈ ગયા બાદ તેને કટ કરવા અને ચોકલેટ સોસ રેડી તેને સર્વ કરવા. તૈયાર છે ચોકલેટ ફકાસ.

પોટેટો પેન કેક

Image
  પોટેટો પેન કેક સામગ્રી :  છીણેલા બટાકા-૧ બાઉલ, મીઠું સ્વાદ જરૂર મુજબ , ટામેટાં-જરૂર પ્રમાણે,  આદું-મરચાંની પેસ્ટ-૧ ટે સ્પૂન,  દૂધી-છીણેલી (૧/૨ બાઉલ), મરચું પાઉડર- જરૂર પ્રમાણે,  લીંબુ-૧/૨ ટી.સ્પૂન,  ખાંડ-૧ ટી સ્પૂન. રીત :  સૌપ્રથમ એક બાઉલમાં છીણેલા બટાટા, દૂધી, ટામેટાં, આદું-મરચાંની પેસ્ટ મિક્સ કરો. ત્યારબાદ તેમાં મીઠું, મરચું પાઉડર, લીંબુ, ખાંડ, ગરમ મસાલો બધું જ મિક્સ કરી લેવું. હવે બેકિંગ ટ્રે લઈ તેના પર આ મિશ્રણ ટ્રે પર તેલ લગાવીને પૅનકેકના શેપમાં પાથરી લેવું. આ રીતે ૩થી ૪ નાની પૅનકેક તૈયાર કરી લેવી. ત્યારબાદ પ્રી હીટ કરેલા ઓવનમાં ૧૮૦ અંશ પર ૧૦ મિનિટ બૅક કરી લેવું. ત્યારબાદ બહાર લઈ બીજી બાજુ ફેરવી તેલ લગાવી ફરી ૧૦ મિનિટ બૅક કરી લેવું અને દહીં અથવા તો કેચઅપ સાથે સર્વ કરવું.