Posts

પાલક રાયતું

Image
  પાલક રાયતું સામગ્રી :  પાલકનાં પાન-૮ થી ૧૦ નંગ(જરૂર મુજબ), દહીં- ૨૫૦ ગ્રામ, મીઠું-સ્વાદ મુજબ,  ચાટ મસાલો-૧-ચમચી,  તેલ-તળવા માટે. રીત :  સૌ પ્રથમ પાલકને ધોઈ કોરી કરી ઝીણી સમારી લો. એક પૅનમાં તેલ ગરમ મૂકો. તેલ ગરમ થાય એટલે તેમાં સમારેલી પાલક ઉમેરી કડક થવા દો. તેને ઝારામાંથી બહાર કાઢી પેપર પર મૂકો જેથી તેમાં રહેલું તેલ છાપાના કાગળમાં શોષાઈ જાય.ત્યારબાદ દહીંને એક બાઉલમાં લઈ વલોવી લો. તેમાં સ્વાદ મુજબ મીઠું, જીરા પાઉડર અને ચાટ મસાલો ઉમેરી મિક્સ કરી લો. ત્યારબાદ તળેલી પાલક ઉમેરી તેને હલાવી લો અને સર્વ કરો. ઉપરથી થોડી પાલક સજાવટ માટે મૂકો.

ચોકલેટ ફકાસ

Image
  ચોકલેટ ફકાસ સામગ્રી :  મોળાં બિસ્કિટ ૨૦ નંગ,  કન્ડેન્સ મિલ્ક ૧/૪ કપ,  ચોકલેટ ચિપ્સ જરૂર મુજબ,  મેલ્ટેડ ચોકલેટ ૧ કપ, ચોકલેટ  સોસ જરૂર મુજબ લેવાં. રીત :  સૌ પ્રથમ મોળાં બિસ્કિટને મિક્સરમાં કશ કરી ત્યારબાદ બિસ્કિટના ભૂકામાં કન્ડેન્સ મિલ્ક અને ચોકલેટ ચિપ્સ ઉમેરી કઠણ લોટ બાંધવો અને તેને ૧ કલાક માટે ફ્રીઝમાં સેટ થવા મૂકવો. પછી એક પૅનમાં પાણી લેવું અને તેની ઉપર બીજું વાસણ મૂકી તેમાં ચોકલેટ મેલ્ટ કરવી. (આ પદ્ધતિને ડબલ બોઈલર કહેવાય). ત્યારબાદ ફ્રીઝમાં મૂકેલા ફકાસને કાઢી તેની ઉપર મેલ્ટેડ ચોપડવી અને ફરી ૧ કલાક માટે ફ્રીઝમાં સેટ થવા મૂકવા. સેટ થઈ ગયા બાદ તેને કટ કરવા અને ચોકલેટ સોસ રેડી તેને સર્વ કરવા. તૈયાર છે ચોકલેટ ફકાસ.

પોટેટો પેન કેક

Image
  પોટેટો પેન કેક સામગ્રી :  છીણેલા બટાકા-૧ બાઉલ, મીઠું સ્વાદ જરૂર મુજબ , ટામેટાં-જરૂર પ્રમાણે,  આદું-મરચાંની પેસ્ટ-૧ ટે સ્પૂન,  દૂધી-છીણેલી (૧/૨ બાઉલ), મરચું પાઉડર- જરૂર પ્રમાણે,  લીંબુ-૧/૨ ટી.સ્પૂન,  ખાંડ-૧ ટી સ્પૂન. રીત :  સૌપ્રથમ એક બાઉલમાં છીણેલા બટાટા, દૂધી, ટામેટાં, આદું-મરચાંની પેસ્ટ મિક્સ કરો. ત્યારબાદ તેમાં મીઠું, મરચું પાઉડર, લીંબુ, ખાંડ, ગરમ મસાલો બધું જ મિક્સ કરી લેવું. હવે બેકિંગ ટ્રે લઈ તેના પર આ મિશ્રણ ટ્રે પર તેલ લગાવીને પૅનકેકના શેપમાં પાથરી લેવું. આ રીતે ૩થી ૪ નાની પૅનકેક તૈયાર કરી લેવી. ત્યારબાદ પ્રી હીટ કરેલા ઓવનમાં ૧૮૦ અંશ પર ૧૦ મિનિટ બૅક કરી લેવું. ત્યારબાદ બહાર લઈ બીજી બાજુ ફેરવી તેલ લગાવી ફરી ૧૦ મિનિટ બૅક કરી લેવું અને દહીં અથવા તો કેચઅપ સાથે સર્વ કરવું.

બેંગન ચિપ્સ

Image
  બેંગન ચિપ્સ સામગ્રી : જાડાં દળવાળાં રીંગણ,  મીઠું સ્વાદાનુસાર,  મરી,  વિનેગર ૧/૨ કપ,  તેલ. રીત : રીંગણની લાંબી ચિપ્સ કરી તેને પાંચ-દસ મિનિટ સુધી વિનેગરમાં રાખવાં. એક વાટકીમાં મીઠું, મરી મિક્સ કરવાં. રીંગણની ચિપ્સને વિનેગરમાંથી બહાર કાઢી ડ્રાય કરી તેના પર તેલ લગાવી અને મીઠું-મરી લગાડવાં. તડકામાં આઠ-દસ દિવસ રાખવાં.એકદમ ડ્રાય થયા બાદ એરટાઈટ બરણીમાં ભરવાં. વેરિએશન- બેંગનની ગોળ સ્લાઈસ પણ કરાય.

Date-poppy syrup | ખજૂર-ખસખસનું શરબત

 ખજૂર-ખસખસનું શરબત સામગ્રી ૨ મોટા ચમચા ખસખસ,  ૧૦ ખજૂર(બી કાઢેલા),  ૨ કપ દૂધ,  ૨ લીલી એલચીનો પાવડર,  ૨ મોટા ચમચા મધ. રીત :  ખજૂર તથા ખસખસને પલાળીને બારીક પીસી લો. પછી તેની ગાળીને તેમાં દૂધ મિક્સ કરી એલચીનો પાઉડર નાખી ઉકાળો. પછી ઠંડુ કરી ગ્લાસમાં ભરી જરૂર પ્રમાણે મધ નાખી સર્વ કરો.

Veg Sizzler | વેજ સિઝલર

  વેજ સિઝલર સામગ્રી ૨૦-૨૫ આખા મરચા,  ૨ મોટાં ટમેટાં,  ૨-૩ મોટી ડુંગળી,  ૨-૩ કેપ્સિકમ,  ૧ મધ્યમ આકારનું ફ્લાવર,  ૨ ચમચી કોર્નફ્લોર,  ૧/૨ ચમચી સફેદ મરચુ,  ૧/૪ ચમચી આજીનો મોટો સ્વાદ મુજબ મીઠું,  ૧ કપ સરકો,  ૨ ચમચા હોટ ચિલી ગાર્લિક સોસ,  કોબીજનાં ૫-૬ પાન,  ૮-૧૦ લસણની કળી. રીત :  ટમેટાં સમારી લો. કઢાઈમાં માખણ ગરમ કરો. તેમાં ટમેટાં નાખીને ૩-૪ મિનિટ સુધી સાંતળો પછી તેમાં હોટ ચીલી ગાર્લિક સોસ નાખીને ૨ મિનિટ સુધી સાંતળો.એકબીજા ફ્રાઈન પેનમાં ૧ ચમચી માખણ ગરમ કરી તેમાં ડુંગળી અને કેપ્સિકમ ગુલાબી રંગે સાંતળી તેન ટમેટાં સોસમાં નાખી દો. ફ્લાવરને સમારી ૫ મિનિટ ગરમ પાણીમાં રાખો. તેને પ્લેટમાં કાઢીને કોર્નફ્લોર, મીઠું, સફેદ મરચું, આજીનોમોટો નાખી ૧૦-૧૫ મિનિટ સુધી રહેવા દો. એક કઢાઈમાં તેલ ગરમ કરો તેમાં ફુલાવરને સોનેરી રંગે તળો. હવે ૧ ચમચી કોર્નકૂલોર ૨-૩ ચમચી પાણીમાં ઘોળી તેને કેપ્સિકમમાં મિક્સ કરો. તેજ આંચ પર પાણી શોષાઈ જાય ત્યાં સુધી શેકો. જ્યારે તેલ છૂટુ પાડવા લાગે ત્યારે ફૂલાવર રાખીને ૨-૩ વખત હળવા હાથે હલાવો. સિઝલરની સામગ્રી તૈયાર થઈ ગઈ.  હોટ ચિલી ગાર્લિક સોસની રીત :  ૨૦–આખા લાલ મરચાના ડીંટા કાઢીને એક

Dahi Chaneki Sabji | દહીં ચનેકી સબ્જી

  દહીં ચનેકી સબ્જી સામગ્રી :  ૧/૨ કપ દહીં ૨ કપ પલાળીને બાફેલા કાળા ચણા ૨ ટેબલ સ્પૂન ચણાનો લોટ ૧/૨ ટીસ્પૂન હળદર ૧ ટીસ્પૂન લીલાં મરચાંની પેસ્ટ ૧ ટીસ્પૂન લાલ મરચાંનો પાઉડર મીઠું, સ્વાદાનુસાર  ૧/૨ ટેબલસ્પૂન તેલ ૧ ટીસ્પૂન જીરું ૧/૨ ટીસ્પૂન રાઈ સજાવવા માટે ૨ ટેબલસ્પૂન બારીક સમારેલી કોથમીર રીત :  દહીં ચનેકી  સબ્જી બનાવવા માટે એક ઊંડા બાઉલમાં દહીં, ચણાનો લોટ, હળદર, લીલાં મરચાંની પેસ્ટ, લાલ મરચાંનો પાઉડર, મીઠું અને એક કપ પાણી ભેગાં કરો અને કોઈ ગઠ્ઠો ન રહે ત્યાં સુધી વિસ્કનો ઉપયોગ કરીને સારી રીતે મિક્સ કરી દો. એક બાજુ રાખો. ઊંડી નોન-સ્ટિક કડાઈમાં તેલ ગરમ કરી, તેમાં જીરું અને રાઈ નાખો. જ્યારે દાણા તતડવા માંડે ત્યારે તેમાં કાળા ચણા અને દહીં-ચણાના લોટનું મિશ્રણ નાંખી બરાબર મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ મિનિટ માટે સતત હલાવતા રહી રાંધી લો. કોથમીર વડે સજાવી તરત જ પીરસો.