Posts

વ્હાઈટ સોસ પાસ્તા

Image
  વ્હાઈટ સોસ પાસ્તા સામગ્રી:  ૨ ચમચી બટર, ૨ ચમચી મેંદો, ૧ કપ પાસ્તા, ૨ ક્યૂબ ચીઝ, ૧ ચમચી મરી પાઉડર, ચિલી ફ્લેક્સ, ૧ કપ દૂધ, ૧ ચમચી ખાંડ  રીત : સૌપ્રથમ એક કડાઈમાં પાણી મૂકીને તેમાં મીઠું, તેલ નાખી પાસ્તા બાફી લો. હવે એક નોનસ્ટિક પૅનમાં બટર મૂકી તેમાં મેંદો નાખી સાંતળો. હવે તેમાં દૂધ નાખી હલાવો. તેમાં મરી પાઉડર તેમજ ચીઝ નાખી હલાવો. છેલ્લે મીઠું અને ખાંડ નાખી ઘટ્ટ થાય પછી તેમાં બાફેલા પાસ્તા નાખી હલાવો. છેલ્લે ચિલી ફ્લેક્સ નાખો. તો તૈયાર છે વ્હાઇટ સોસ પાસ્તા.

પનીર ચીઝ સમોસા

Image
  પનીર ચીઝ સમોસા સામગ્રી: ૨૦૦ ગ્રામ પનીર ૩ ક્યૂબ ચીઝ મિક્સ હર્બ પેપ્રિકા ચાટ મસાલો તેલ સમોસા પટ્ટી કોથમીર, લીલાં મરચાં ૩ ચમચી મેંદો  રીતઃ સૌપ્રથમ એક બાઉલમાં પનીરને છીણી લો. હવે ચીઝને પણ છીણી લો. હવે તેમાં ચાટ મસાલો, મિક્સ હર્બ, પેપ્રિકા, મીઠું, કોથમીર સમારેલી અને લીલાં મરચાં સમારેલાં નાંખી હલાવીને મિક્સ કરો. હવે સમોસા પટ્ટીમાં આ મિશ્રણને ભરી મેંદાની લયથી પટ્ટીને બંધ કરો. હવે એક કડાઈમાં તેલ ગરમ કરો. ધીમા તાપે આ પનીર ચીઝ સમોસા ગુલાબી તળો અને ટોમેટો સોસ સાથે સર્વ કરો.

વટાણાના પરોઠા

Image
  વટાણાના પરોઠા સામગ્રી: ૨૫૦ ગ્રામ વટાણા, ૧ વાટકી મેંદો, ૨ ચમચી ચણાનો લોટ, મીઠું સ્વાદ અનુસાર, મરચું, હળદર, ધાણાજીરું, ગરમ મસાલો, ૧ ચમચી આદું-મરચાંની પેસ્ટ, ૧ ચમચી આમચૂર પાઉડર, ૧ ચમચી ઘી, ૧ બાફેલો બટાટો રીત : સૌપ્રથમ એક તાસકમાં મેંદો લો. તેમાં મોણ માટે ઘી નાખી પાણીથી નરમ કણક તૈયાર કરો. હવે વટાણાને મિક્સરમાં ક્રશ કરી લો. એક નોનસ્ટિક કડાઈમાં તેલ મૂકી તેમાં વટાણાનું ક્રશ, આદું-મરચાંની પેસ્ટ, મીઠું, મરચું, હળદર, ધાણાજીરું, ગરમ મસાલો, આમચુર પાઉડર, ચણાનો લોટ અને બાફેલો બટાટો નાખી સરખી રીતે મિક્સ કરો. હવે પૂરણના નાના ગોળા વાળી લો. કણકમાંથી નાનો લૂઓ લો. તેમાં સ્ટફિંગ ભરી ચારે બાજુથી વાળી ફરી હલકા હાથે પરોઠા વણી લો. આ પરોઠાને તેલ મૂકી તવી પર શેકી લો. આ પરોઠાને દહીં કે ટોમેટો સોસ સાથે સર્વ કરો.

દહીંવડાં

Image
  દહીંવડાં સામગ્રી :  ૧ કપ અડદની દાળ, ૩ કપ મોળું દહીં, મીઠું સ્વાદ પ્રમાણે, ૫થી ૬ વાટેલાં મરચાં, નાનો ટુકડો આદુંની પેસ્ટ. દહીં માટે મસાલો ૧ ચમચી શેકેલું કરકરું વાટેલું જીરું, થોડી ખાંડ, ૪ ચમચા કોથમીર સુધારેલી, ૧ કપ ખજૂરની ચટણી. તેલ તળવા માટે. રીત:  અડદની દાળને છ કલાક પલાળવી. આ દાળ મિક્સરમાં બારીક વાટવી. આ વાટેલી દાળને ચમચાથી ખૂબ હલાવવી અને ફીણ ચઢાવવું. ફીણ ચઢાવેલી દાળને નરમ પાડવી. આ દાળમાં મસાલો કરી સાધારણ ગરમ પાણીમાં તળેલાં વડાંને નાખવાં. નિચોવી પાણી નિતારી લેવું. દહીંમાં ખાંડ નાખી, વલોવી, મીઠું ભેળવી વડાં ઉપર રેડ વું, તેની ઉંપર ખજૂ ર ની ચટણી, જીરું, મરચાંની ભૂકી, કોથમીર નાખવાં.

રાઈસ એન્ડ વેજિટેબલ ચિલ્લા

Image
  રાઈસ એન્ડ વેજિટેબલ ચિલ્લા સામગ્રી :  એક કપ રાંધેલા ચોખા (હળવેથી મસળેલા), ત્રણ ટેબલસ્પૂન રવો, પોણો કપ અડદની દાળનો લોટ, અડધો કપ ખમણેલી કોબી, અડધો કપ ખમણેલું ગાજર, એક ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર, બે ટીસ્પૂન ઝીણાં સમારેલાં લીલાં મરચાં, અડધી ટીસ્પૂન લાલ મરચાંનો પાઉડર, એક કપ ઘટ્ટ છાસ, મીઠું સ્વાદાનુસાર, તેલ ચોપડવા અને શેકવા માટે. રીત:  એક બાઉલમાં બધી સામગ્રી ભેગી કરી, સારી રીતે મિક્સ કરી લો. તેને દસથી પંદર મિનિટ માટે બાજુ પર રાખો. એક નોનસ્ટિક તવાને ગરમ કરી, થોડું તેલ ચોપડી ઉપર બનાવેલું મિશ્રણ થોડું રેડી તેને ચમચા વડે ફેલાવીને ગોળા બનાવો. થોડા તેલની મદદથી ચિલ્લાની બંને બાજુએ ગોલ્ડન બ્રાઉન થાય તે રીતે શેકી લો. બચેલા મિશ્રણ વડે બાકીના ચિલ્લા બનાવી લો. લીલી ચટણી સાથે ગરમગરમ પીરસો. એક સાથે તવા પર પાંચથી સાત ચિલ્લા બનાવી શકો છો અથવા તમે મિની ઉત્તપા પૅન પણ વાપરી શકો છો.

વાટેલી દાળનાં ભજિયાં

Image
  વાટેલી દાળનાં ભજિયાં સામગ્રી ૧ કપ મગની ફોતરાંવાળી દાળ. મીઠું પ્રમાણસર. ૨ ચમચી આદું, મરચાં વાટેલોં. ૧ ચપટી હિંગ. તેલ તળવા માટે. રીત :  મગની દાળને ચારથી પાંચ કલાક પલાળવી. દાળને ધોઈને ફોતરાં કાઢી નાંખવાં. દાળને સાધારણ કરકરી મિક્સરમાં પીસવી. ચમચાથી ખૂબ હલાવી ફીણ ચઢાવી દાળને નરમ બનાવવી. તેમાં મીઠું અને આદું-મરચાંની પેસ્ટ નાખવી. એક કડાઈમાં તેલ ગરમ મૂકવું. તેલ આવે એટલે તેમાં ભજિયાં તળવાં. આ ભજિયાંને કાંદાની ઊભી ચીરીઓ તથા તળેલાં મરચાં લીલાં મિક્સ કરી મીઠું લીંબુ ચડાવી સર્વ કરવા.

ખાટાં ઢોકળાં

Image
  ખાટાં ઢોકળાં સામગ્રી :  ૩ કપ ચોખા (કણકી),૧ કપ અડદ દાળ, ૩ ચમચી ચણા દાળ, ઉપર પ્રમાણે ઢોકળાંનો લોટ દળાવવો, ૧ કપ ઢોકળાંનો લોટ, ૧/૨ કપ ખાટું દહીં, ૧/૪ કપ તેલનું મોણ, ૮થી ૧૦ દાણા મરીનો પાઉડર, ૧/૪ ચમચી મેથી દાણા. ચપટી હીંગ, મસાલો, ૧ ચમચી ચણા દાળ, ૧ ચમચી આદું-મરચાં, કોથમીર ઝીણી સુધારેલી મીઠું પ્રમાણસર, ૧/૪ ચમચી ખાવાના સોડા. રીત:  ઢોકળાંના લોટમાં દહીં નાખી સાધારણ ઘટ્ટ ખીરું પલાળવું. ૧/૨ ગ્લાસ પાણી ગરમ કરી તેમાં મેથી દાણા, ચણા દાળ અને મીઠું નાખવું. આ ગરમ પાણી ઢોકળાંના ખીરામાં નાખવું. ચપટી હીંગ નાખવી. આ ખીરાને આઠથી દસ કલાક આથો લાવવા મૂકવું. એક વાટકીમાં એક ચમચી પાણી નાખી તેમાં ખાવાના સોડા અને તેલનું પાણી નાખી ચમચીથી હલાવવું. આ મિશ્રણ દૂધ જેવું સફેદ થશે. આ મિશ્રણને આથો **** ખીરામાં નાખવું. ત્યારબાદ તેમાં મસાલો મિક્સ કરવો. 8 ઢોકળિયામાં પાણી નાખી ગરમ કરી ઢોકળિયાની થાળીમાં તેલનો હાથ ફેરવી તમા ઢોકળાંનું ખીરું પાથરવું. ઉપર મરી પાઉડર ભભરાવવો. ત્યારબાદ ઢોકળિયામાં થાળી મૂકી ઢાંકણ ઢાંકી ૧૦ મિનિટ વરાળમાં બાફવાં. ત્યારબાદ ઢોકળાં બહાર કાઢી ઠંડાં પડે એટલે ચપ્પાથી કાપા પાડી કાઢી લેવા.