Posts

ચિલી પોટેટો |Chili potato

Image
  ચિલી પોટેટો |Chili potato સામગ્રી: ૪ નંગ મોટા બટાટા, અડધી વાટકી કોર્નફ્લોર, ૪ ચમચી ચોખાનો લોટ, ચમચી લાલ મરચું, ૧ ચમચી મરી પાઉડર, મીઠું, ૨ ચમચી ચિલી સોસ, તળવા માટે તેલ, ૨ ચમચી લીલી ડુંગળીનાં પાન, ૨ ચમચી લસણ, ૨ ચમચી આદું, ૨ ચમચી લીલાં મરચાં, ૧ ડુંગળી, ૪ ચમચી કેપ્સિકમ, ૧ ચમૅચી સોયા સોસ, ૪ ચમચી ચિલી સોસ, ૪ ચમચી ટોમેટો સોસ રીત : સૌપ્રથમ બટાટાની છાલ કાઢી લાંબી સ્લાઈસ કાપો. પછી એક પ્લેટમાં આ સ્લાઈસ લો. તેમાં કોર્નફ્લોર, ચોખાનો લોટ, લાલ મરચું, મરી પાઉડર, મીઠું, ટોમેટો સોસ નાંખી સરખી રીતે મિક્સ કરો. પછી એક કડાઈમાં તેલ ગરમ કરો. તેમાં આ સ્લાઈસ તળી લો. ત્યારબાદ એક નોનસ્ટિક પૅનમાં તેલ મૂકો. તેમાં વાટેલું લસણ, લીલાં મરચાં અને આદું નાખી સાંતળો. તેમાં ઝીણી સમારેલી ડુંગળી નાખી સાંતળો. તેમાં કેપ્સિકમ નાખો. હવે તેમાં સોયા સોસ, ટોમેટો સોસ અને ચિલી સોસ નાખી હલાવો. એક વાટકીમાં કોર્નફ્લોર અને પાણી મિક્સ કરી તે ઉમેરો. ઘટ્ટ થાય પછી બનાવેલી બટાટાની ફ્રાઈડ ઉમેરો. બરાબર હલાવી લીલી ડુંગળીનાં પાનથી ગાર્નિશ કરો.

મેંગો માલપૂઆ |Mango malpua

Image
  મેંગો માલપૂઆ |Mango malpua સામગ્રી: ૧ કપ કેરીનો પલ્પ ૨ કપ મેંદો અડધી વાટકી કાજુ બદામ-પિસ્તાંની કતરણ જરૂર મુજબ ખાંડ તળવા માટે તેલ ૩ તાંતણા કેસર ૫ ચમચી મિલ્ક પાઉડર જરૂર મુજબ દૂધ  રીત : સૌપ્રથમ એક કેરીની છાલ ઉતારી તેનો પલ્પ તૈયાર કરો. એક બાઉલમાં મેંદો, મિલ્ક પાઉડર અને કેરીનો પલ્પ ઉમેરી એકરસ કરો. જરૂર લાગે તો થોડું દૂધ નાખી પૂડલા જેવું બેટર તૈયાર કરી લો. તેને થોડી વાર રહેવા દો. ત્યારબાદ એક તપેલીમાં ખાંડ અને તે ડૂબે તેટલું પાણી નાખી તેમાં કેસરના તાંતણા નાખી ગેસ પર ચાસણી તૈયાર કરી લો. પછી એક નોનસ્ટિક કડાઈમાં તેલ ગરમ કરો. બેટરમાંથી ગોળ ચમચાથી માલપૂઆ ઉતારો. તેને બંને બાજુથી સોનેરી કરો. હવે માલપૂઆને ખાંડની ચાસણીમાં નાખી દો. થોડી વારમાં તેમાંથી કાઢી એક પ્લેટમાં રાખો. તેના પર કાજુ-બદામ- પિસ્તાંની કતરણ નાખી ગાર્નિશ કરીને સર્વ કરો.

પાપડ ચાટ|papad chat

Image
  પાપડ ચાટ|papad chat સામગ્રી: ૧ નંગ ટામેટું અડધી કાકડી ૪ નંગ પાપડ ૧ નંગ ડુંગળી કોથમીર ચાટ મસાલો, ઘી રીત : ૨ નંગ લીલાં મરચાં ૧ નંગ લીંબુનો રસ સૌપ્રથમ એક લોઢીમા ઘી મૂકી પાપડને શેકી લો. હવે ડુંગળી, ટામેટાં અને કાકડીને ઝીણાં સમારી લો, લીલાં મરચાંના નાના કટકા કરો. કોથમીર સમારી લો. ત્યારબાદ પાપડના ટુકડા કરી બાઉલમાં રાખો, તેમાં ડુંગળી, ટામેટાં અને કાકડીના કટકા નાખો. પછી લીલાં મરચાં, કોથમીર નાખો. છેલ્લે ચાટ મસાલો છાંટો, લીંબુનો રસ નાખો. બાઉલ પર એક ડિશ ઊંધી મુકી હલાવો. તો તૈયાર છે ચટપટી પાપડ ચાટ.

This is how weight is reduced by using fennel water, know now |વરીયાળી ના પાણીના ઉપયોગ થી આ રીતે ઘટે છે વજન, અત્યારે જ જાણો

Image
  This is how weight is reduced by using fennel water, know now |વરીયાળી ના પાણીના ઉપયોગ થી આ રીતે ઘટે છે વજન, અત્યારે જ જાણો મેદસ્વિતા એ ખરેખર ગંભીર સમસ્યા છે, જેના કારણે ઘણી બધી બીમારીઓ થવાની શક્યતા રહે છે. જેમકે હોટલમાં દર્દની શક્યતા, વધારે પડતું બ્લડપ્રેશર, હાર્ટ એટેક અને ન જાણે કેટ-કેટલી બીમારીઓ થવાની શક્યતા રહે છે. જો તમે ડોક્ટર પાસે પણ જાઓ તો તેઓ પણ એ જ સલાહ આપશે કે પેલા તમારું વજન ઘટાડો. આજે આપણે એક એવો નુસખો બતાવવાના છીએ જેનાથી શરીર ની ચરબી ઝડપથી ઊતરે છે, ઘણા લોકો વજન ઉતારવા માટે એલોપેથિક દવાઓ ખાય છે. અથવા તો ઓપરેશન કરાવે છે પરંતુ આ બધી વસ્તુઓનો શરીર પર દુષ્પ્રભાવ પડે છે. આની પહેલા પણ આપણે શેર કર્યો હતો કે ડાયટ-પ્લાન થી સાત દિવસમાં આઠ કિલો વજન ઘટાડવાનો નુસખો. એ તમે વાંચ્યું જ હશે. વરિયાળીમાં ઘણા બધા પોષક તત્વો મળી આવે છે. જેમાં એન્ટીઈન્ફ્લેમેન્ટરી, કફનાશક, એન્ટિઓક્સિડન્ટ વગેરે જેવા ગુણો મળી આવે છે. આ રીતે બનાવો વરિયાળીનું પાણી સામગ્રી: એક ચમચી વરીયાળી ૧ ગ્લાસ પાણી એક ચમચી મધ બનાવવાની રીતઃ .હવે તમારે વરિયાળીને એક ગ્લાસ પાણીમાં પલાળીને રાખી દેવાની છે અને સવારે આ પાણીને ગળી ને તે

Rasmalai Recipe | Homemade Ras Malai|રસમલાઈ રેસીપી | ઈન્સ્ટન્ટ રસમલાઈ કેવી રીતે બનાવવી

Image
Rasmalai Recipe | Homemade Ras Malai|રસમલાઈ રેસીપી | ઈન્સ્ટન્ટ રસમલાઈ કેવી રીતે બનાવવી: કોઈપણ રીતે, રેસીપી પર પાછા આવીએ, સંપૂર્ણ રાસ મલાઈ મેળવવા માટે જો તમે આ ત્વરિત સંસ્કરણ બનાવતા હોવ તો તમારે મીઠા વગરના દૂધના પાવડરનો ઉપયોગ કરવાની જરૂર છે નહીં તો તમે ચેન્નાના માર્ગે જઈ શકો છો. પરંતુ તે કિસ્સામાં તમારે ઉકાળવું પડશે અને પછી દહીં નાખવું પડશે અને પછી તમામ ભેજને દૂર કરવા માટે દૂધને ડ્રેઇન કરવું પડશે અને તે તમને ખબર છે કે આ એક મુશ્કેલી છે તેથી હું પાવડર દૂધનો ઉપયોગ કરીને આ ઇન્સ્ટન્ટ રેસીપી પસંદ કરું છું અને તે એટલું સરળ છે કે હું ખાતરી કરો કે જો તેઓ યોગ્ય ઘટકોનો ઉપયોગ કરે અને રેસીપીને સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરે તો કોઈપણ તેને સફળતાપૂર્વક બનાવી શકે છે. રસમલાઈ રેસીપી | ઈન્સ્ટન્ટ રસમલાઈ કેવી રીતે બનાવવી: ઘટકો: 1 કપ મીઠા વગરનો દૂધ પાવડર (હું નિડો બ્રાન્ડની ભલામણ કરું છું) 1 મોટું ઈંડું (સારી રીતે ફેટેલું) 1 ટીસ્પૂન બેકિંગ પાવડર 1 ટીસ્પૂન ઓલ પર્પઝ લોટ (વૈકલ્પિક) 1 ચમચી ઘી (રૂમના તાપમાને) 1 લીટર ફુલ ફેટ દૂધ 3 ચમચી ખાંડ 1/4મી ચમચી એલચી પાવડર એક ચરબીયુક્ત ચપટી કેસર ડેશ ઓફ સોલ્ટ ગાર્નિશિંગ માટે સમારેલા

પાણી પૂરીની પાણી બનાવવાની રીત:

Image

પનીર ભુરજી

Image
 પનીર ભુરજી સામગ્રીઃ  છીણેલું પનીર એક કપ,  સમારેલું ટામેટું એક નંગ,  ઝીણું સમારેલું કેપ્સિકમ બે નંગ,  સમારેલી કોથમીર ચાર ચમચી,  સમારેલાં લીલાં મરચાં બે નંગ,  સૂંઠ પા ચમચી,  દહીં એક ચમચી,  મોળો માવો પા કપ,  તેલ બે ચમચી,  ઘી બે ચમચી,  હળદર પા ચમચી,  ધાણાજીરું અડધી ચમચી,  ગરમ મસાલો અડધી ચમચી,  લાલ મરચું પાઉડર એક ચમચી,  જીરું અડધી ચમચી,  મીઠું સ્વાદ મુજબ. રીતઃ  કડાઈમાં તેલ અને ઘી ગરમ કરી જીરાનો વઘાર કરો, સમારેલાં લીલાં મરચાં અને સૂંઠ પાઉડર ઉમેરો. કેપ્સિકમ અને ટામેટાં એડ કરો. લાલ મરચું પાઉડર, હળદર અને ગરમ મસાલો ઉમેરી સ્વાદ મુજબ મીઠું એડ કરો. મસાલો સંતળાય એટલે અડધો ગ્લાસ પાણી ઉમેરવાનું છે, આ શાક ગ્રેવીવાળું નહીં પણ લચકા પડતું હોય છે. એટલે સામગ્રીને ઢાંકણ ઢાંકીને સારી રીતે ચડવા દેવું. બરાબર ચડી જાય એટલે સમારેલી કોથમીર, મોળો માવો અને છીણેલું પનીર ઉમેરો. દહીં ઉમેરી એક મિનિટ સુધી ચડવા દો, સરસ મજાનું શાક તૈયાર થઇ જશે.