Posts

Showing posts from June, 2024

મિક્સ વેજિટેબલ પરોઠા

Image
મિક્સ વેજિટેબલ પરોઠા સામગ્રી * રોટી માટે : >> ૧/૨ કપ ઘઉંનો લોટ * ૧/૨ કપ મેંદો * ૨ ટેબલસ્પૂન દૂધ » મીઠું, સ્વાદાનુસાર >> ૧ ટેબલસ્પૂન પિગળાવેલું >> ઘઉંનો લોટ, વણવા માટે પૂરણ માટે : * ૧ ૧/૨ કપ સમારીને બાફી લીધેલાં મિક્સ શાકભાજી (ગાજર, ફણસી, વટાણા વગેરે) લીલા  * ૨ ટેબલસ્પૂન તેલ » ૧/૨ કપ ઝીણા સમારેલા કાંદા » ૩/૪ કપ બાફી, છોલીને છૂંદેલા બટાટા » ૨ ટેબલસ્પૂન સમારેલી કોથમીર ઝીણી * 2 ટીસ્પૂન ઝીણાં સમારેલાં મરચાં * ૧/૨ ટીસ્પૂન મરચાં પાઉડર * ૨ ચપટીભર ગરમ મસાલો * મીઠું, સ્વાદાનુસાર  બીજી જરૂરી વસ્તુઓ  * તેલ, શેકવા માટે >> પીરસવા માટે » તાજું દહીં રીત :  એક ઊંડા બાઉલમાં બધી વસ્તુઓ ભેગી કરી તેમાં જરૂરી પાણી મેળવી બહુ કઠણ નહી અને બહુ નરમ નહીં એવી કણિક તૈયાર કરી લીધા પછી તેને ૧૦થી ૧૫ મિનિટ સુધી ઢાંકીને બાજુ પર રાખો. તે પછી કણિકના ૫ સરખા ભાગ પાડી દરેક ભાગને ૧૫૦ મિમી.ના ગોળાકારમાં ઘઉંના લોટની મદદથી વણી લો. એક ગરમ તવા પર તૈયાર કરેલી દરેક રોટી શેકી લો. * આ રોટીને મળમલનાં કપડાં વડે ઢાંકીને બાજુ પર રાખો. પૂરણ માટે એક પહોળા નૉન સ્ટિક પેનમાં તેલ ગરમ કરી તેમા કાંઠા નાં...

પનીર બિરયાની

 પનીર બિરયાની સામગ્રી : 300 ગ્રામ પનીર, 2 કપ ચોખા, 1 કપ બાફેલા વટાણા, 1 ચમચી આદુ-લસણની પેસ્ટ, 2 કપ ઘાટુ દહીં, 4 સમારેલા મરચાં, 1/2 ચમચી કેસર, લીંબુનો રસ અને લાલ ચટણી, 1/4 ચમચી હળદર, 1 ચમચી ગરમ મસાલો, એલચીનો પાવડર, 1 મરી, લવિંગ, લીમડો, 2 ચમચા દૂધ અને ઘી, કોથમીર અને કૂદીનો, સુશોભન માટે દ્રાક્ષ, કાજુ અને બદામ. 2 ચમચા બ્રાઉન બનાવવાની રીત :  ચોખાને પાણીથી ધોઈ તેમાં પાંચ કપ પાણી નાખી ઉકાળી લો. ઉકાળતી વખતે તેમાં લીમડો, મીઠું, મરી, લવિંગ અને એલચી પણ નાખવી. 15 મિનિટ સુધી ચડવા દેવું. પનીરના નાના ટુકડાં કરવા. હવે એક બાઉલમાં દહીં, મીઠું, ચટણી, હળદર અને લીંબુનો રસ નાંખવો. થોડી વાર પછી તેમાં પનીરના ટુકડાં નાખવા. દૂધમાં કેસર નાખી તેને રહેવા દો. ભાત ચડી જાય એટલે તેમાંથી વધારાનું પાણી બહાર કાઢી નાખો. હવે એક વાસણમાં ઘી ગરમ કરવા મૂકો. તેમાં મરચા અને આદુ-લસણની પેસ્ટ નાખો. થોડી વાર પછી તેમાં પનીરનું મિશ્રણ નાખો. કથ્થઈ રંગ આવે એટલે ગેસ બંધ કરી દો. હવે એક માટું વાસણ લો. તેમાં ભાતનું લેયર બનાવો. તેની ઉપર પનીરનું લેયર પાથરો, તેમાં થોડા વટાણા નાખો. તેની ઉપર ગરમ મસાલો, ચપટી એલચીનો પાવડર અને અડધુ કેસરવાળ...

મશરૂમ દમ બિરયાની

 મશરૂમ દમ બિરયાની સામગ્રી : 2 1/2 કપ ચોખા, 2-3 લીમડાંના પાન, 4 લવિંગ, 2 તજ અને ચપટી જાયફળ, 5 એલચી, 3-4 જાવંત્રી, 3 મોટા કાંદા (સ્લાઈસ કરવી), 4 ચમચા તેલ મશરૂમ ગ્રેવી માટે: 500 ગ્રામ મશરૂમ. 1 ચમચી લાલ ચટણી અને આદુ-લસણની પેસ્ટ, 1 1/2 કપ દહીં, 2 ચમચી અજમા, 2 ચમચા ઘી, જરૂર મુજબનો ગરમ સૂકો મસાલો લેયર માટે : 1/4 કાંદાનું મિશ્રણ, 2 ચમચા ગરમ દૂધમાં કેસરનું મિશ્રણ, 1 ચમચો ઘી, સ્વાદ અનુસાર મીઠું બનાવવાની રીતઃ ચોખાને ધોઈને ઉકાળી લો. ચોખાને બાફતી વખતે તેમાં મરી-મસાલા અને મીઠું નાખવું. ભાતને થોડો કાચો રાખવો. ભાત બની જાય એટલે તેમાંથી વધેલુ પાણી અને મરી-મસાલા કાઢી લેવા. હવે કાંદાને તેલમાં સોનેરી કથ્થઈ રંગના સાંતળવા. કાંદા બળે નહીં તેનું ધ્યાન રાખવું. સાંતળાઈ જાય એટલે તેમાં અજમા અને બધા સૂકા ગરમ મસાલા નાખો. ત્યાર બાદ તેમાં મશરૂમ નાખી 5 મિનિટ સુધી સાંતળો. હવે તેમાં ચટણી નાખીને હલાવો. મશરૂમ સાથે એક મિનિટ સુધી ચડવા દો. હવે તેમાં દહીં નાખીને બરાબર મિક્સ કરો. ચાર પાંચ મિનિટ પછી તેમાં અડધો કપ પાણી નાખો અને 10 મિનિટ સુધી મશરૂમને પકાવો. હવે એક વાસણમાં મશરૂમની થોડી ગ્રેવી તળિયે પાથરો અને પહેલું લેયર તૈયાર ક...

મુઘલાઈ વેજ બિરયાની

 વિવિધ પ્રકારની બિરયાની હાલમાં કેરીની સિઝન ચાલી રહી છે. આમ તો કેરી બધાને ખૂબ ભાવતી હોય છે પરંતુ ઘણી વાર બહુ કેરી ખાધા પછી ખીચડી, પુલાવ કે બિયાની જેવી હળવી વાનગી ખાવાની ઈચ્છા થાય છે, તો આજે આપણે વિવિધ પ્રકારની બિરયાની બનાવીશું. મુઘલાઈ વેજ બિરયાની સામગ્રી : 2 કપ ચોખા, 2 ચમચી મીઠું, 1 ચમચો લીંબુનો રસ, 1/2 કપ વટાણા અને વાલ, 1 કપ સમારેલા ગાજર અને ફલાવર  મસાલા માટે: 1 ચમચો કાજુ અને તાજા નાળિયેરનું છીણ. 1/2 ચમચી ખસખસ, 2 નાના છીણેલા કાંદા, 1/3 કપ તેલ, 1/2 લીમડાનું પાન અને 1/4 ધાણાજીરુ, 4 લવિંગ અને 2 એલચી અને 1 તજ, 1 ચમચી ગરમ મસાલો, આદુ અને લસણની પેસ્ટ, 2 મધ્યમ કદના ટામેટાંની પ્યુરી, 1/2 કપ દહીં, કોથમીર અને કૂદીનો, 2 ચમચી લાલ ચટણી, 1/2 ચમચી કેસર મેળવેલું. 1/2 કપ દૂધ, 2 ચમચા ઘી,  ટોપિંગ માટે: 2 મધ્યમ કદના કાંદા, 8 કાજુ, તળવા માટે તેલ  રીત :  ચોખાને પાણીથી ધોઈ લો. ત્યારબાદ તેને 8  કપ પાણીમાં મીઠું અને લીબુંનો રસ નાખી ઉકાળી લો. ચોખા નરમ થઈ જાય ત્યારે તેનું બાકીનું પાણી કાઢી લો. તેને ઠંડા પાણીથી ધોઈ લો. હવે એક મોટા વાસણમાં પાણી ગરમ કરવા મૂકો. તેમાં ગાજર, વાલ અને વટાણા ન...

સેઝવાન પેટીસ પાંઉ

Image
 સેઝવાન પેટીસ પાંઉ સામગ્રી :  ૪ નંગ પાંઉ ૧ નંગ ડુંગળીની રિંગ ૧ નંગ ટામેટાની રિંગ ૪ ચમચી સેઝવાન સોસ ૨ નંગ બાફેલા બટાકા ૨ નંગ લાલ મરચાં ૨ નંગ લસણ કોથમીર, મીઠું તેલ રોજિંદા મસાલા ૨ ચમચી બ્રેડનો ભુક્કો ૨ ચમચી બટર  રીત : સૌ પ્રથમ એક કડાઈમાં તેલ મૂકી તેમાં લીલાં મરચાં, બાફેલાં બટાટાનો માવો નાખો. હવે તેમાં લસણને વાટીને નાખો. ત્યરબાદ લીંબુનો રસ, મીઠું, કોથમીર ઉમેરો અને ગેસ બંધ કરી ઠંડુ થવા દો. પછી તેમાં બ્રેડનો ભુક્કો નાખી તેમાંથી પેટીસ વાળી લો. હવે એક નોનસ્ટિક કૅડાઈમાં બટર મૂકી તેમાં કોથમીર, સેઝવાન સોસ નાખી પાંઉના બે પીસ કરી બંને બાજુ ગરમ કરો. પાંઉનો એક પીસ લો. તેનાં પર પેટીસ મૂકી તેનાં પર ડુંગળીની રિંગ, ટામેટાની રિંગ મૂકી તેનાં પર ચાટ તાપરાય મસાલો છાટો. તેનાં પર બીજું પાંઉ મૂકી ઉપર કોથમીરથી ગાર્નિશ કરો.

પનીર મખની

Image
 પનીર મખની સામગ્રી :   બે લવિંગ બે એલચી બે લાલ મરચાં ૧ ચમચી ઘી તેલ, મીઠું, રોજિંદા મસાલા, પ ચમચી મગજતરીના બી ૧૦ નંગ કાજુ ૧ નંગ ડુંગળી ૧ નંગ ટામેટું ૧ ચમચી કિંચન કિંગ મસાલો ૧૦૦ ગ્રામ પનીર  રીત :  એક નોનસ્ટિક કડાઈમાં તેલ મૂકી તેમાં બે લાલ મરચાં, ત્રણ એલચી, બે લવિંગ, પંદર નંગ કાજુ સાતળો. તેમાં એક નંગ ડુંગળીના કટકા સાતળો. પછી એક કપ ટામેટા અને એક ચમચી પલાળેલા મગજતરીના બી ઉમેરી મિકસ કરો. હવે મીઠું ઉમેરો. પાંચ મિનિટ સાંતળો પછી ઠંડું થાય પછી તેને મિક્સરમાં ક્રશ કરી ગ્રેવી તૈયાર કરો. એક કડાઈમાં એક ચમચી ઘી ગરમ કરો. સો ગ્રામ પનીરને સાંતળો. તેમાં મીઠું, લાલ મરચું નાખી તૈયાર કરો. હવે આ પનીરને ગ્રેવીમાં મિક્સ કરી લો. ઉપરથી કોથમીર નાખી સર્વ કરો.

કાચી કેરીની ચટણી

 કાચી કેરીની ચટણી  સામગ્રી : ૨ નંગ કાચી કેરી, ૧ નાની ડુંગળી, ૨ નંગ લીલાં મરચાં, કોથમીર, ૧ ચમચી જીરું, ૧ ચમચી લાલ મરચું, ૪ નંગ લસણ, મીઠું, ખાંડ, તેલ રીત:  સૌપ્રથમ કાચી કેરીની છાલ કાઢી નાના કટકા કરો. ડુંગળીના પણ કટકા કરો. હવે એક મિકસર જારમાં કાચી કેરી, ડુંગળી, લીલાં મરચાં, કોથમીર, જીરું, મીઠું, લસણ, ખાંડ અને છેલ્લે થોડું તેલ નાખી પીસી લો. | કાચી કેરીની ખાટીમીઠી ચટણી તૈયાર છે.

આલુ ટીકી છોલેચાટ

Image
 આલુ ટીકી છોલેચાટ સામગ્રી: ૪ નંગ બાફેલા બટાટા,  ૨ લીલાં મરચાં,  ૧ કપ છોલે ચણા,  કોથમીર મરચાંની ચટણી, લસણની ચટણી, કોથમીર, મીઠું, હળદર, મરચું ધાણાજીરું, ૩ ચમચી કોર્ન ફ્લોર, તેલ રીત : સૌ પ્રથમ બાફેલા બટાટાને મેશ કરી તેમાં વાટેલાં લીલાં મરચાં, મીઠું, કોથમીર અને કોર્ન ફ્લોર નાખી મિક્સ કરો. તેમાંથી નાની ટીર્કી બનાવી લો. હવે છોલેમા મીઠું નાખી કૂકરમાં બાફી લો. પછી એક નોનસ્ટિક કડાઈમાં તેલ મૂકી તેમાં રાઈ, જીરું, હિંગ નાખી છોલે વઘારો. ત્યારબાદ તેમાં મીઠું, મરચું, હળદર, ધાણાજીરું નાખી મિક્સ કરો. પાણી નાખી થોડી વાર ઉકાળવા દો. એક તવી પર તેલ મૂકી તેમાં બનાવેલી ટીકીને બને બાજુથી સેલોફાઈ કરો. હવે એક પ્લેટમાં વચ્ચે બટાટાની ટીકી મૂકો, તેનાં પર બનાવેલા છોલે નાખો. પછી કોથમીર-મરચાંની ચટણી, લસણની ચટણી અને કોથમીર નાખી સર્વ કરો.