પાલક રાયતું
પાલક રાયતું સામગ્રી : પાલકનાં પાન-૮ થી ૧૦ નંગ(જરૂર મુજબ), દહીં- ૨૫૦ ગ્રામ, મીઠું-સ્વાદ મુજબ, ચાટ મસાલો-૧-ચમચી, તેલ-તળવા માટે. રીત : સૌ પ્રથમ પાલકને ધોઈ કોરી કરી ઝીણી સમારી લો. એક પૅનમાં તેલ ગરમ મૂકો. તેલ ગરમ થાય એટલે તેમાં સમારેલી પાલક ઉમેરી કડક થવા દો. તેને ઝારામાંથી બહાર કાઢી પેપર પર મૂકો જેથી તેમાં રહેલું તેલ છાપાના કાગળમાં શોષાઈ જાય.ત્યારબાદ દહીંને એક બાઉલમાં લઈ વલોવી લો. તેમાં સ્વાદ મુજબ મીઠું, જીરા પાઉડર અને ચાટ મસાલો ઉમેરી મિક્સ કરી લો. ત્યારબાદ તળેલી પાલક ઉમેરી તેને હલાવી લો અને સર્વ કરો. ઉપરથી થોડી પાલક સજાવટ માટે મૂકો.