Posts

મિક્સ વેજિટેબલ પરોઠા

Image
મિક્સ વેજિટેબલ પરોઠા સામગ્રી * રોટી માટે : >> ૧/૨ કપ ઘઉંનો લોટ * ૧/૨ કપ મેંદો * ૨ ટેબલસ્પૂન દૂધ » મીઠું, સ્વાદાનુસાર >> ૧ ટેબલસ્પૂન પિગળાવેલું >> ઘઉંનો લોટ, વણવા માટે પૂરણ માટે : * ૧ ૧/૨ કપ સમારીને બાફી લીધેલાં મિક્સ શાકભાજી (ગાજર, ફણસી, વટાણા વગેરે) લીલા  * ૨ ટેબલસ્પૂન તેલ » ૧/૨ કપ ઝીણા સમારેલા કાંદા » ૩/૪ કપ બાફી, છોલીને છૂંદેલા બટાટા » ૨ ટેબલસ્પૂન સમારેલી કોથમીર ઝીણી * 2 ટીસ્પૂન ઝીણાં સમારેલાં મરચાં * ૧/૨ ટીસ્પૂન મરચાં પાઉડર * ૨ ચપટીભર ગરમ મસાલો * મીઠું, સ્વાદાનુસાર  બીજી જરૂરી વસ્તુઓ  * તેલ, શેકવા માટે >> પીરસવા માટે » તાજું દહીં રીત :  એક ઊંડા બાઉલમાં બધી વસ્તુઓ ભેગી કરી તેમાં જરૂરી પાણી મેળવી બહુ કઠણ નહી અને બહુ નરમ નહીં એવી કણિક તૈયાર કરી લીધા પછી તેને ૧૦થી ૧૫ મિનિટ સુધી ઢાંકીને બાજુ પર રાખો. તે પછી કણિકના ૫ સરખા ભાગ પાડી દરેક ભાગને ૧૫૦ મિમી.ના ગોળાકારમાં ઘઉંના લોટની મદદથી વણી લો. એક ગરમ તવા પર તૈયાર કરેલી દરેક રોટી શેકી લો. * આ રોટીને મળમલનાં કપડાં વડે ઢાંકીને બાજુ પર રાખો. પૂરણ માટે એક પહોળા નૉન સ્ટિક પેનમાં તેલ ગરમ કરી તેમા કાંઠા નાં...

પનીર બિરયાની

 પનીર બિરયાની સામગ્રી : 300 ગ્રામ પનીર, 2 કપ ચોખા, 1 કપ બાફેલા વટાણા, 1 ચમચી આદુ-લસણની પેસ્ટ, 2 કપ ઘાટુ દહીં, 4 સમારેલા મરચાં, 1/2 ચમચી કેસર, લીંબુનો રસ અને લાલ ચટણી, 1/4 ચમચી હળદર, 1 ચમચી ગરમ મસાલો, એલચીનો પાવડર, 1 મરી, લવિંગ, લીમડો, 2 ચમચા દૂધ અને ઘી, કોથમીર અને કૂદીનો, સુશોભન માટે દ્રાક્ષ, કાજુ અને બદામ. 2 ચમચા બ્રાઉન બનાવવાની રીત :  ચોખાને પાણીથી ધોઈ તેમાં પાંચ કપ પાણી નાખી ઉકાળી લો. ઉકાળતી વખતે તેમાં લીમડો, મીઠું, મરી, લવિંગ અને એલચી પણ નાખવી. 15 મિનિટ સુધી ચડવા દેવું. પનીરના નાના ટુકડાં કરવા. હવે એક બાઉલમાં દહીં, મીઠું, ચટણી, હળદર અને લીંબુનો રસ નાંખવો. થોડી વાર પછી તેમાં પનીરના ટુકડાં નાખવા. દૂધમાં કેસર નાખી તેને રહેવા દો. ભાત ચડી જાય એટલે તેમાંથી વધારાનું પાણી બહાર કાઢી નાખો. હવે એક વાસણમાં ઘી ગરમ કરવા મૂકો. તેમાં મરચા અને આદુ-લસણની પેસ્ટ નાખો. થોડી વાર પછી તેમાં પનીરનું મિશ્રણ નાખો. કથ્થઈ રંગ આવે એટલે ગેસ બંધ કરી દો. હવે એક માટું વાસણ લો. તેમાં ભાતનું લેયર બનાવો. તેની ઉપર પનીરનું લેયર પાથરો, તેમાં થોડા વટાણા નાખો. તેની ઉપર ગરમ મસાલો, ચપટી એલચીનો પાવડર અને અડધુ કેસરવાળ...

મશરૂમ દમ બિરયાની

 મશરૂમ દમ બિરયાની સામગ્રી : 2 1/2 કપ ચોખા, 2-3 લીમડાંના પાન, 4 લવિંગ, 2 તજ અને ચપટી જાયફળ, 5 એલચી, 3-4 જાવંત્રી, 3 મોટા કાંદા (સ્લાઈસ કરવી), 4 ચમચા તેલ મશરૂમ ગ્રેવી માટે: 500 ગ્રામ મશરૂમ. 1 ચમચી લાલ ચટણી અને આદુ-લસણની પેસ્ટ, 1 1/2 કપ દહીં, 2 ચમચી અજમા, 2 ચમચા ઘી, જરૂર મુજબનો ગરમ સૂકો મસાલો લેયર માટે : 1/4 કાંદાનું મિશ્રણ, 2 ચમચા ગરમ દૂધમાં કેસરનું મિશ્રણ, 1 ચમચો ઘી, સ્વાદ અનુસાર મીઠું બનાવવાની રીતઃ ચોખાને ધોઈને ઉકાળી લો. ચોખાને બાફતી વખતે તેમાં મરી-મસાલા અને મીઠું નાખવું. ભાતને થોડો કાચો રાખવો. ભાત બની જાય એટલે તેમાંથી વધેલુ પાણી અને મરી-મસાલા કાઢી લેવા. હવે કાંદાને તેલમાં સોનેરી કથ્થઈ રંગના સાંતળવા. કાંદા બળે નહીં તેનું ધ્યાન રાખવું. સાંતળાઈ જાય એટલે તેમાં અજમા અને બધા સૂકા ગરમ મસાલા નાખો. ત્યાર બાદ તેમાં મશરૂમ નાખી 5 મિનિટ સુધી સાંતળો. હવે તેમાં ચટણી નાખીને હલાવો. મશરૂમ સાથે એક મિનિટ સુધી ચડવા દો. હવે તેમાં દહીં નાખીને બરાબર મિક્સ કરો. ચાર પાંચ મિનિટ પછી તેમાં અડધો કપ પાણી નાખો અને 10 મિનિટ સુધી મશરૂમને પકાવો. હવે એક વાસણમાં મશરૂમની થોડી ગ્રેવી તળિયે પાથરો અને પહેલું લેયર તૈયાર ક...

મુઘલાઈ વેજ બિરયાની

 વિવિધ પ્રકારની બિરયાની હાલમાં કેરીની સિઝન ચાલી રહી છે. આમ તો કેરી બધાને ખૂબ ભાવતી હોય છે પરંતુ ઘણી વાર બહુ કેરી ખાધા પછી ખીચડી, પુલાવ કે બિયાની જેવી હળવી વાનગી ખાવાની ઈચ્છા થાય છે, તો આજે આપણે વિવિધ પ્રકારની બિરયાની બનાવીશું. મુઘલાઈ વેજ બિરયાની સામગ્રી : 2 કપ ચોખા, 2 ચમચી મીઠું, 1 ચમચો લીંબુનો રસ, 1/2 કપ વટાણા અને વાલ, 1 કપ સમારેલા ગાજર અને ફલાવર  મસાલા માટે: 1 ચમચો કાજુ અને તાજા નાળિયેરનું છીણ. 1/2 ચમચી ખસખસ, 2 નાના છીણેલા કાંદા, 1/3 કપ તેલ, 1/2 લીમડાનું પાન અને 1/4 ધાણાજીરુ, 4 લવિંગ અને 2 એલચી અને 1 તજ, 1 ચમચી ગરમ મસાલો, આદુ અને લસણની પેસ્ટ, 2 મધ્યમ કદના ટામેટાંની પ્યુરી, 1/2 કપ દહીં, કોથમીર અને કૂદીનો, 2 ચમચી લાલ ચટણી, 1/2 ચમચી કેસર મેળવેલું. 1/2 કપ દૂધ, 2 ચમચા ઘી,  ટોપિંગ માટે: 2 મધ્યમ કદના કાંદા, 8 કાજુ, તળવા માટે તેલ  રીત :  ચોખાને પાણીથી ધોઈ લો. ત્યારબાદ તેને 8  કપ પાણીમાં મીઠું અને લીબુંનો રસ નાખી ઉકાળી લો. ચોખા નરમ થઈ જાય ત્યારે તેનું બાકીનું પાણી કાઢી લો. તેને ઠંડા પાણીથી ધોઈ લો. હવે એક મોટા વાસણમાં પાણી ગરમ કરવા મૂકો. તેમાં ગાજર, વાલ અને વટાણા ન...

સેઝવાન પેટીસ પાંઉ

Image
 સેઝવાન પેટીસ પાંઉ સામગ્રી :  ૪ નંગ પાંઉ ૧ નંગ ડુંગળીની રિંગ ૧ નંગ ટામેટાની રિંગ ૪ ચમચી સેઝવાન સોસ ૨ નંગ બાફેલા બટાકા ૨ નંગ લાલ મરચાં ૨ નંગ લસણ કોથમીર, મીઠું તેલ રોજિંદા મસાલા ૨ ચમચી બ્રેડનો ભુક્કો ૨ ચમચી બટર  રીત : સૌ પ્રથમ એક કડાઈમાં તેલ મૂકી તેમાં લીલાં મરચાં, બાફેલાં બટાટાનો માવો નાખો. હવે તેમાં લસણને વાટીને નાખો. ત્યરબાદ લીંબુનો રસ, મીઠું, કોથમીર ઉમેરો અને ગેસ બંધ કરી ઠંડુ થવા દો. પછી તેમાં બ્રેડનો ભુક્કો નાખી તેમાંથી પેટીસ વાળી લો. હવે એક નોનસ્ટિક કૅડાઈમાં બટર મૂકી તેમાં કોથમીર, સેઝવાન સોસ નાખી પાંઉના બે પીસ કરી બંને બાજુ ગરમ કરો. પાંઉનો એક પીસ લો. તેનાં પર પેટીસ મૂકી તેનાં પર ડુંગળીની રિંગ, ટામેટાની રિંગ મૂકી તેનાં પર ચાટ તાપરાય મસાલો છાટો. તેનાં પર બીજું પાંઉ મૂકી ઉપર કોથમીરથી ગાર્નિશ કરો.

પનીર મખની

Image
 પનીર મખની સામગ્રી :   બે લવિંગ બે એલચી બે લાલ મરચાં ૧ ચમચી ઘી તેલ, મીઠું, રોજિંદા મસાલા, પ ચમચી મગજતરીના બી ૧૦ નંગ કાજુ ૧ નંગ ડુંગળી ૧ નંગ ટામેટું ૧ ચમચી કિંચન કિંગ મસાલો ૧૦૦ ગ્રામ પનીર  રીત :  એક નોનસ્ટિક કડાઈમાં તેલ મૂકી તેમાં બે લાલ મરચાં, ત્રણ એલચી, બે લવિંગ, પંદર નંગ કાજુ સાતળો. તેમાં એક નંગ ડુંગળીના કટકા સાતળો. પછી એક કપ ટામેટા અને એક ચમચી પલાળેલા મગજતરીના બી ઉમેરી મિકસ કરો. હવે મીઠું ઉમેરો. પાંચ મિનિટ સાંતળો પછી ઠંડું થાય પછી તેને મિક્સરમાં ક્રશ કરી ગ્રેવી તૈયાર કરો. એક કડાઈમાં એક ચમચી ઘી ગરમ કરો. સો ગ્રામ પનીરને સાંતળો. તેમાં મીઠું, લાલ મરચું નાખી તૈયાર કરો. હવે આ પનીરને ગ્રેવીમાં મિક્સ કરી લો. ઉપરથી કોથમીર નાખી સર્વ કરો.

કાચી કેરીની ચટણી

 કાચી કેરીની ચટણી  સામગ્રી : ૨ નંગ કાચી કેરી, ૧ નાની ડુંગળી, ૨ નંગ લીલાં મરચાં, કોથમીર, ૧ ચમચી જીરું, ૧ ચમચી લાલ મરચું, ૪ નંગ લસણ, મીઠું, ખાંડ, તેલ રીત:  સૌપ્રથમ કાચી કેરીની છાલ કાઢી નાના કટકા કરો. ડુંગળીના પણ કટકા કરો. હવે એક મિકસર જારમાં કાચી કેરી, ડુંગળી, લીલાં મરચાં, કોથમીર, જીરું, મીઠું, લસણ, ખાંડ અને છેલ્લે થોડું તેલ નાખી પીસી લો. | કાચી કેરીની ખાટીમીઠી ચટણી તૈયાર છે.

આલુ ટીકી છોલેચાટ

Image
 આલુ ટીકી છોલેચાટ સામગ્રી: ૪ નંગ બાફેલા બટાટા,  ૨ લીલાં મરચાં,  ૧ કપ છોલે ચણા,  કોથમીર મરચાંની ચટણી, લસણની ચટણી, કોથમીર, મીઠું, હળદર, મરચું ધાણાજીરું, ૩ ચમચી કોર્ન ફ્લોર, તેલ રીત : સૌ પ્રથમ બાફેલા બટાટાને મેશ કરી તેમાં વાટેલાં લીલાં મરચાં, મીઠું, કોથમીર અને કોર્ન ફ્લોર નાખી મિક્સ કરો. તેમાંથી નાની ટીર્કી બનાવી લો. હવે છોલેમા મીઠું નાખી કૂકરમાં બાફી લો. પછી એક નોનસ્ટિક કડાઈમાં તેલ મૂકી તેમાં રાઈ, જીરું, હિંગ નાખી છોલે વઘારો. ત્યારબાદ તેમાં મીઠું, મરચું, હળદર, ધાણાજીરું નાખી મિક્સ કરો. પાણી નાખી થોડી વાર ઉકાળવા દો. એક તવી પર તેલ મૂકી તેમાં બનાવેલી ટીકીને બને બાજુથી સેલોફાઈ કરો. હવે એક પ્લેટમાં વચ્ચે બટાટાની ટીકી મૂકો, તેનાં પર બનાવેલા છોલે નાખો. પછી કોથમીર-મરચાંની ચટણી, લસણની ચટણી અને કોથમીર નાખી સર્વ કરો.

વ્હાઈટ સોસ પાસ્તા

Image
  વ્હાઈટ સોસ પાસ્તા સામગ્રી:  ૨ ચમચી બટર, ૨ ચમચી મેંદો, ૧ કપ પાસ્તા, ૨ ક્યૂબ ચીઝ, ૧ ચમચી મરી પાઉડર, ચિલી ફ્લેક્સ, ૧ કપ દૂધ, ૧ ચમચી ખાંડ  રીત : સૌપ્રથમ એક કડાઈમાં પાણી મૂકીને તેમાં મીઠું, તેલ નાખી પાસ્તા બાફી લો. હવે એક નોનસ્ટિક પૅનમાં બટર મૂકી તેમાં મેંદો નાખી સાંતળો. હવે તેમાં દૂધ નાખી હલાવો. તેમાં મરી પાઉડર તેમજ ચીઝ નાખી હલાવો. છેલ્લે મીઠું અને ખાંડ નાખી ઘટ્ટ થાય પછી તેમાં બાફેલા પાસ્તા નાખી હલાવો. છેલ્લે ચિલી ફ્લેક્સ નાખો. તો તૈયાર છે વ્હાઇટ સોસ પાસ્તા.

પનીર ચીઝ સમોસા

Image
  પનીર ચીઝ સમોસા સામગ્રી: ૨૦૦ ગ્રામ પનીર ૩ ક્યૂબ ચીઝ મિક્સ હર્બ પેપ્રિકા ચાટ મસાલો તેલ સમોસા પટ્ટી કોથમીર, લીલાં મરચાં ૩ ચમચી મેંદો  રીતઃ સૌપ્રથમ એક બાઉલમાં પનીરને છીણી લો. હવે ચીઝને પણ છીણી લો. હવે તેમાં ચાટ મસાલો, મિક્સ હર્બ, પેપ્રિકા, મીઠું, કોથમીર સમારેલી અને લીલાં મરચાં સમારેલાં નાંખી હલાવીને મિક્સ કરો. હવે સમોસા પટ્ટીમાં આ મિશ્રણને ભરી મેંદાની લયથી પટ્ટીને બંધ કરો. હવે એક કડાઈમાં તેલ ગરમ કરો. ધીમા તાપે આ પનીર ચીઝ સમોસા ગુલાબી તળો અને ટોમેટો સોસ સાથે સર્વ કરો.

વટાણાના પરોઠા

Image
  વટાણાના પરોઠા સામગ્રી: ૨૫૦ ગ્રામ વટાણા, ૧ વાટકી મેંદો, ૨ ચમચી ચણાનો લોટ, મીઠું સ્વાદ અનુસાર, મરચું, હળદર, ધાણાજીરું, ગરમ મસાલો, ૧ ચમચી આદું-મરચાંની પેસ્ટ, ૧ ચમચી આમચૂર પાઉડર, ૧ ચમચી ઘી, ૧ બાફેલો બટાટો રીત : સૌપ્રથમ એક તાસકમાં મેંદો લો. તેમાં મોણ માટે ઘી નાખી પાણીથી નરમ કણક તૈયાર કરો. હવે વટાણાને મિક્સરમાં ક્રશ કરી લો. એક નોનસ્ટિક કડાઈમાં તેલ મૂકી તેમાં વટાણાનું ક્રશ, આદું-મરચાંની પેસ્ટ, મીઠું, મરચું, હળદર, ધાણાજીરું, ગરમ મસાલો, આમચુર પાઉડર, ચણાનો લોટ અને બાફેલો બટાટો નાખી સરખી રીતે મિક્સ કરો. હવે પૂરણના નાના ગોળા વાળી લો. કણકમાંથી નાનો લૂઓ લો. તેમાં સ્ટફિંગ ભરી ચારે બાજુથી વાળી ફરી હલકા હાથે પરોઠા વણી લો. આ પરોઠાને તેલ મૂકી તવી પર શેકી લો. આ પરોઠાને દહીં કે ટોમેટો સોસ સાથે સર્વ કરો.

દહીંવડાં

Image
  દહીંવડાં સામગ્રી :  ૧ કપ અડદની દાળ, ૩ કપ મોળું દહીં, મીઠું સ્વાદ પ્રમાણે, ૫થી ૬ વાટેલાં મરચાં, નાનો ટુકડો આદુંની પેસ્ટ. દહીં માટે મસાલો ૧ ચમચી શેકેલું કરકરું વાટેલું જીરું, થોડી ખાંડ, ૪ ચમચા કોથમીર સુધારેલી, ૧ કપ ખજૂરની ચટણી. તેલ તળવા માટે. રીત:  અડદની દાળને છ કલાક પલાળવી. આ દાળ મિક્સરમાં બારીક વાટવી. આ વાટેલી દાળને ચમચાથી ખૂબ હલાવવી અને ફીણ ચઢાવવું. ફીણ ચઢાવેલી દાળને નરમ પાડવી. આ દાળમાં મસાલો કરી સાધારણ ગરમ પાણીમાં તળેલાં વડાંને નાખવાં. નિચોવી પાણી નિતારી લેવું. દહીંમાં ખાંડ નાખી, વલોવી, મીઠું ભેળવી વડાં ઉપર રેડ વું, તેની ઉંપર ખજૂ ર ની ચટણી, જીરું, મરચાંની ભૂકી, કોથમીર નાખવાં.

રાઈસ એન્ડ વેજિટેબલ ચિલ્લા

Image
  રાઈસ એન્ડ વેજિટેબલ ચિલ્લા સામગ્રી :  એક કપ રાંધેલા ચોખા (હળવેથી મસળેલા), ત્રણ ટેબલસ્પૂન રવો, પોણો કપ અડદની દાળનો લોટ, અડધો કપ ખમણેલી કોબી, અડધો કપ ખમણેલું ગાજર, એક ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર, બે ટીસ્પૂન ઝીણાં સમારેલાં લીલાં મરચાં, અડધી ટીસ્પૂન લાલ મરચાંનો પાઉડર, એક કપ ઘટ્ટ છાસ, મીઠું સ્વાદાનુસાર, તેલ ચોપડવા અને શેકવા માટે. રીત:  એક બાઉલમાં બધી સામગ્રી ભેગી કરી, સારી રીતે મિક્સ કરી લો. તેને દસથી પંદર મિનિટ માટે બાજુ પર રાખો. એક નોનસ્ટિક તવાને ગરમ કરી, થોડું તેલ ચોપડી ઉપર બનાવેલું મિશ્રણ થોડું રેડી તેને ચમચા વડે ફેલાવીને ગોળા બનાવો. થોડા તેલની મદદથી ચિલ્લાની બંને બાજુએ ગોલ્ડન બ્રાઉન થાય તે રીતે શેકી લો. બચેલા મિશ્રણ વડે બાકીના ચિલ્લા બનાવી લો. લીલી ચટણી સાથે ગરમગરમ પીરસો. એક સાથે તવા પર પાંચથી સાત ચિલ્લા બનાવી શકો છો અથવા તમે મિની ઉત્તપા પૅન પણ વાપરી શકો છો.

વાટેલી દાળનાં ભજિયાં

Image
  વાટેલી દાળનાં ભજિયાં સામગ્રી ૧ કપ મગની ફોતરાંવાળી દાળ. મીઠું પ્રમાણસર. ૨ ચમચી આદું, મરચાં વાટેલોં. ૧ ચપટી હિંગ. તેલ તળવા માટે. રીત :  મગની દાળને ચારથી પાંચ કલાક પલાળવી. દાળને ધોઈને ફોતરાં કાઢી નાંખવાં. દાળને સાધારણ કરકરી મિક્સરમાં પીસવી. ચમચાથી ખૂબ હલાવી ફીણ ચઢાવી દાળને નરમ બનાવવી. તેમાં મીઠું અને આદું-મરચાંની પેસ્ટ નાખવી. એક કડાઈમાં તેલ ગરમ મૂકવું. તેલ આવે એટલે તેમાં ભજિયાં તળવાં. આ ભજિયાંને કાંદાની ઊભી ચીરીઓ તથા તળેલાં મરચાં લીલાં મિક્સ કરી મીઠું લીંબુ ચડાવી સર્વ કરવા.

ખાટાં ઢોકળાં

Image
  ખાટાં ઢોકળાં સામગ્રી :  ૩ કપ ચોખા (કણકી),૧ કપ અડદ દાળ, ૩ ચમચી ચણા દાળ, ઉપર પ્રમાણે ઢોકળાંનો લોટ દળાવવો, ૧ કપ ઢોકળાંનો લોટ, ૧/૨ કપ ખાટું દહીં, ૧/૪ કપ તેલનું મોણ, ૮થી ૧૦ દાણા મરીનો પાઉડર, ૧/૪ ચમચી મેથી દાણા. ચપટી હીંગ, મસાલો, ૧ ચમચી ચણા દાળ, ૧ ચમચી આદું-મરચાં, કોથમીર ઝીણી સુધારેલી મીઠું પ્રમાણસર, ૧/૪ ચમચી ખાવાના સોડા. રીત:  ઢોકળાંના લોટમાં દહીં નાખી સાધારણ ઘટ્ટ ખીરું પલાળવું. ૧/૨ ગ્લાસ પાણી ગરમ કરી તેમાં મેથી દાણા, ચણા દાળ અને મીઠું નાખવું. આ ગરમ પાણી ઢોકળાંના ખીરામાં નાખવું. ચપટી હીંગ નાખવી. આ ખીરાને આઠથી દસ કલાક આથો લાવવા મૂકવું. એક વાટકીમાં એક ચમચી પાણી નાખી તેમાં ખાવાના સોડા અને તેલનું પાણી નાખી ચમચીથી હલાવવું. આ મિશ્રણ દૂધ જેવું સફેદ થશે. આ મિશ્રણને આથો **** ખીરામાં નાખવું. ત્યારબાદ તેમાં મસાલો મિક્સ કરવો. 8 ઢોકળિયામાં પાણી નાખી ગરમ કરી ઢોકળિયાની થાળીમાં તેલનો હાથ ફેરવી તમા ઢોકળાંનું ખીરું પાથરવું. ઉપર મરી પાઉડર ભભરાવવો. ત્યારબાદ ઢોકળિયામાં થાળી મૂકી ઢાંકણ ઢાંકી ૧૦ મિનિટ વરાળમાં બાફવાં. ત્યારબાદ ઢોકળાં બહાર કાઢી ઠંડાં પડે એટલે ચપ્પાથી કાપા પાડી કાઢી લેવા.

એપલ પાઈ

  એપલ પાઈ સામગી કણિક માટે ૩ કપ મેંદો, ૧/૨ ટીસ્પૂન બેકિંગ પાઉડર,  ૧/૨ કપ પીસેલી સાકર, ૧ કપ નરમ માખણ  સફરજનના પૂરણ માટે ૩ કપ છોલેલા સફરજનના ટુકડા ૧ ટેબલસ્પૂન લીંબુનો રસ ૧/૨ કપ સાકર ૧ ટીસ્પૂન તજનો પાઉડર ૨ ટેબલસ્પૂન કિસમિસ ૨ ટેબલસ્પૂન સમારેલી બદામ બીજી જરૂરી વસ્તુઓ એપલ પાઈ રેસિપી બનાવવા માટે : દૂધ, ચોપડવા માટે એપલ પાઈ સાથે પીરસવા માટે વેનિલા આઇસક્રીમ રીત કણિક તૈયાર કરવા માટે * એક ઊંડા બાઉલમાં મેંદો, બેકિંગ પાઉડર અને પીસેલી સાકર મેળવી સારી રીતે મિક્સ કરી લો. > તે પછી તેમાં નરમ માખણ મેળવી સારી રીતે મિક્સ કરી બહુ નરમ નહીં તેમજ બહુ કઠણ નહીં એવી કણિક જરૂરી પાણી વડે તૈયાર કરી ઢાંકીને બાજુ પર રાખો. સફરજનનું પૂરણ તૈયાર કરવા માટે એક ઊંડા બાઉલમાં સફરજન અને લીંબુનો રસ મેળવી સારી રીતે મિક્સ કરી લો. » હવે એક ઊંડા નૉન સ્ટિક પૅનમાં સફરજન-લીંબુનું મિશ્રણ, સાકર, તજનો પાઉડર, કિસમિસ અને બદામ મેળવી સારી રીતે મિક્સ કરી પૅનને ઢાંકીને મધ્યમ તાપ પર ૮ મિનિટ સુધી વચ્ચે વચ્ચે હલાવતા રહી અને તેને ચમચાના પાછળના ભાગ વડે મસળતા રહી રાંધી લો. » પૅનનું ઢાંકણ ખોલી લીધા પછી તેને મધ્યમ તાપ પર વધુ ૨ મિનિટ સુધી...

બ્રોકલી પનીર પરાઠા

Image
  બ્રોકલી પનીર પરાઠા સામગ્રી : ૨૦૦ ગ્રામ બ્રોકલી, ૧૦૦ ગ્રામ પનીર, ૨ લીલાં મરચાં, અડધી વાટકી કોથમીર, ૧ ચમચી મરી પાઉડર, ૧ ચમચી ચિલી ફ્લેક્સ, ૧ ચમચી ચાટ મસાલો, ૧ વાટકી ઘઉંનો લોટ, તેલ, મીઠું, જીરું રીત : સૌપ્રથમ બ્રૉકલીને પાણીથી ધોઈ તેના નાનાં કટકા કરી ચોપરમાં નાખી ચોપ કરો. પછી એક બાઉલમાં ચોપ કરેલી બ્રોકલી, લીલાં મરચાં ઝીણાં સમારેલાં, ઝીણી સમારેલી કોથમીર, ચિલી ફલેક્સ, ચાટ મસાલો, મરી પાઉડર અને પનીરને છીણી સરખી રીતે મિક્સ કરો. ત્યારબાદ એક તાસકમાં ઘઉંનો લોટ તેમાં તેલ, મીઠું, જીરું નાખી નરમ કણક બાંધો. થોડી વાર રાખી તેમાંથી એક મોટી રોટલી વણી તેના પર બનાવેલું ફીલિંગ ભરી ચારે બાજુથી વાળી ચોરસ પરાઠો તૈયાર કરી લો. હવે તવી પર તેલ મૂકી પરાઠાને શેકી લો. પરાઠાને દહીં સાથે પીરસો.

આચારી પનીર ખીચડી

Image
  આચારી પનીર ખીચડી સામગ્રી : ૧ બાઉલ રાંધેલી ખીચડી, ૧૦૦ ગ્રામ પનીર, તેલ,  લીલાં મરચાં,  ઝીણાં સમારેલાં કેપ્સિકમ ૪ ચમચી આચાર મસાલો રીત : સૌપ્રથમ એક નોનસ્ટિક કડાઈમાં તેલ મૂકી તેમાં રાઈ, જીરું, મીઠો લીમડો નાખો. પછી તેમાં ઝીણાં સમારેલાં લીલાં મરચાં, ઝીણાં સમારેલાં કેપ્સિકમ નાખી હલાવો. ત્યારબાદ તેમાં આચાર મસાલો નાખી થોડું મીઠું નાખી હલાવો. તૈયાર કરેલી ખીચડી નાખી સરખી રીતે મિક્સ કરો. છેલ્લે ઉપરથી પનીર છીણીને નાખો. પછી ખીચડી પર ફરીથી આચાર મસાલો અને પનીર છીણીને સર્વ કરો.

એપલ નાળિયેર લાડુ

Image
  એપલ નાળિયેર લાડુ સામગ્રી: ૨ નંગ સફરજન અડધો કપ ખાંડ ૧૦૦ ગ્રામ માવો અડધો કપ કોપરાનું છીણ ૪ ચમચી કાજુ પાઉંડર ૧ ચમચી એલચી પાઉડર રીત : સૌપ્રથમ સફરજનને ધોઈ છાલ ઉતારી તેના ટુકડા કરી મિક્સરમાં કર્શ કરી લો. પછી એક નોનસ્ટિક કડાઈમાં સફરજનનો કશ, કોપરાનું છીણ, ખાંડ નાખી ધીમા તાપે હલાવો. મિશ્રણ લચકા પડતું થાય પછી તેમાં કાજુનો પાઉડર, માવો, એલચી પાઉડર નાખી હલાવો. હવે આ મિશ્રણને થોડી વાર ઠંડું થવા દો. ત્યારબાદ તેમાંથી લાડુ વાળી કોપરાના છીણમાં રગદોળી લો. બાકી લાડુ પણ આ રીતે તૈયાર કરી દો.

સમોસા ચાટ

Image
  સમોસા ચાટ સામગ્રી : ૨ નંગ બાફેલા બટાકા ૨ નંગ લીલાં મરચાં ૩ નંગ ઝીણી સમારેલી ડુંગળી,૫ ચમચી બાફેલા વટાણા કોથમીર, મીઠું, આમચૂર પાઉડર, તળવા માટે તેલ અજમો, ઘઉંનો લોટ કોથમીર-મરચાંની ચટણી, તીખી ચટણી, ઝીણી સેવ  રીત : સૌપ્રથમ બાફેલા બટાકાને મેશ કરી લો. પછી એક કડાઈમાં તેલ મૂકી તેમાં લીલાં મરચાં, જીરું, ઝીણી સમારેલી ડુંગળી, બાફેલા વટાણા નાખી હલાવો. ત્યારબાદ મેશ કરેલા બટાકા નાખી હલાવો. હવે તેમાં મીઠું, આમચૂર પાઉડર, લાલ મરચું નાખી સ્ટફિંગ તૈયાર કરી લો. પછી એક તાસકમાં ઘઉંનો લોટ તેમાં તેલ, અજમો નાખી નરમ કણક બાંધો. કણકમાંથી રોટલી વણી વચ્ચે કાપો પાડી સ્ટફિંગ ભરી સમોસા બનાવો. હવે કડાઈમાં તે તેલ ગરમ કરો. તેમાં બધા સમોસા તળી લો. હવે એક પ્લેટમાં સમોસાને દબાવીને મૂકો. તેના પર કોથમીર મરચાંની ચટણી, તીખી ચટણી, ઝીણી સેવ, ઝીણી સમારેલી ડુંગળી નાખો.