વ્હાઈટ સોસ પાસ્તા

વ્હાઈટ સોસ પાસ્તા સામગ્રી: ૨ ચમચી બટર, ૨ ચમચી મેંદો, ૧ કપ પાસ્તા, ૨ ક્યૂબ ચીઝ, ૧ ચમચી મરી પાઉડર, ચિલી ફ્લેક્સ, ૧ કપ દૂધ, ૧ ચમચી ખાંડ રીત : સૌપ્રથમ એક કડાઈમાં પાણી મૂકીને તેમાં મીઠું, તેલ નાખી પાસ્તા બાફી લો. હવે એક નોનસ્ટિક પૅનમાં બટર મૂકી તેમાં મેંદો નાખી સાંતળો. હવે તેમાં દૂધ નાખી હલાવો. તેમાં મરી પાઉડર તેમજ ચીઝ નાખી હલાવો. છેલ્લે મીઠું અને ખાંડ નાખી ઘટ્ટ થાય પછી તેમાં બાફેલા પાસ્તા નાખી હલાવો. છેલ્લે ચિલી ફ્લેક્સ નાખો. તો તૈયાર છે વ્હાઇટ સોસ પાસ્તા.